ED Raids: AAPના સાંસદ સંજય સિંહના નિવાસ સ્થાને બુધવારે ઈફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના દરોડા પડ્યા છે. ન્યૂઝ એજન્સી મુજબ, બુધવારે સારે જ EDની ટીમ સંજય સિંહના ઘરે સર્ચ કરવા માટે પહોંચી છે. જોકે હજુ સુધી આ સ્પષ્ટ થઈ શક્યું નથી કે AAP સાંસદના ઘરે આ દરોડ કયા મામલે કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
અગાઉ પણ AAPના ઘણા નેતા રડારમાં આવ્યા
આ પહેલા પણ આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ તપાસ એજન્સીઓના રડાર પર આવી ચુક્યા છે. EDએ ગયા વર્ષે મે મહિનામાં મની લોન્ડરિંગ કેસમાં AAP સરકારમાં મંત્રી રહેલા સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી હતી. જો કે હાલમાં તે બીમારીના કારણે સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન પર છે.
મનીષ સિસોદિયા પણ હાલ જેલમાં
આ સિવાય EDએ આ વર્ષે ફેબ્રુઆરીમાં દિલ્હી લિકર પોલિસીમાં કૌભાંડના આરોપમાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. આ પછી, દારૂ કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહેલા EDએ તેની ધરપકડ કરી. સિસોદિયા હાલ જેલમાં છે.
ADVERTISEMENT