Luana Andrade Dies Due To Cardiac Arrest: જાણીતી બ્રાઝિલિયન મોડેલ અને ઈન્ફ્લુએન્સર લુઆના એન્ડ્રેડનું કોસ્મેટિક સર્જરી દરમિયાન હાર્ટ એટેકને કારણે 29 વર્ષની વયે મોત થઈ ગયું. પ્રાપ્ત માહિતી અનુસાર, લુઆના એન્ડ્રેડ લિપોસક્શન સર્જરી કરાવી રહી હતી. આ સમયગાળા દરમિયાન, તેને ચાર હાર્ટ એટેક આવ્યા, જેના કારણે લુઆનાનું મૃત્યુ થયું.
ADVERTISEMENT
ચાલુ સર્જરીમાં ચાર વખત કાર્ડિયાક એરેસ્ટ આવ્યો
બ્રાઝિલના ટીવી શો ‘પાવર કપલ 6’થી ફેમસ થયેલી એક્ટ્રેસ લુઆના એન્ડ્રેડ સાઓ પાઉલોની રહેવાસી છે અને ત્યાંની એક હોસ્પિટલમાં તેની લિપોસક્શન સર્જરી થઈ રહી હતી. તમને જણાવી દઈએ કે લિપોસક્શન એક કોસ્મેટિક સર્જરી છે. કોસ્મેટિક પ્રક્રિયા દરમિયાન તેને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને ચાર વખત કાર્ડિયાક અરેસ્ટનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન, ડોકટરોએ તેની સર્જરી બંધ કરી દીધી અને પછી તરત જ લુઆનાને આઈસીયુમાં ખસેડી, પરંતુ તેને બચાવી શકાઈ નહીં.
બોયફ્રેન્ડ ભાંગી પડ્યો
લુઆનાના મૃત્યુના સમાચાર બાદ તેના ચાહકો ખૂબ જ દુઃખી છે. તેમના નિધન પર ચાહકો અને ઘણા સેલેબ્સે સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે. આ સિવાય તેના બોયફ્રેન્ડ અને ટીવી એક્ટર જોઆઓ હદાદે પણ દુઃખ વ્યક્ત કરતી પોસ્ટ લખી છે. તેણે લખ્યું, ‘હું ભાંગી ગયો છું અને મારું સૌથી દુઃસ્વપ્નમાં જીવી રહ્યો છું. મારો એક હિસ્સો જતો રહ્યો. ખૂબ જ અફસોસ અને ભારે પીડા સાથે છે કે હું મારી લુઆના, મારી રાજકુમારીને વિદાય આપું છું.
ફૂટબોલ સ્ટાર નેમારે પણ દુઃખ વ્યક્ત કર્યું
બ્રાઝિલના ફૂટબોલ સ્ટાર નેમારે પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું અને લખ્યું, ‘ભગવાન લુઆનાનું ખુલ્લા હાથે સ્વાગત કરે’. આ સાથે ગાયિકા એડ્રિયાના રિબેરોએ પણ લુઆનાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, ‘લુઆના સાથે જે થયું તે અવિશ્વસનીય છે. એક સુંદર, યુવાન, પ્રેમાળ છોકરી. તેનું આખું જીવન તેની સામે હતું. તેના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે મારી સંવેદના.
ADVERTISEMENT