શુભમન ગિલની બેવડી સદી બાદ બ્રેસવેલની તોફાની બેવડી સદી છતા ન્યૂઝીલેન્ડ સામે મુશ્કેલીથી જીત મળી

INDvsNZ: ભારતે ન્યૂઝીલેન્ડને હૈદરાબાદના રાજીવગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઇ રહેલા રોમાંચક મેચમાં 12 રનથી હરાવી દીધું હતું. આ વન ડે મેચમાં 350 રનના ટાર્ગેટનો પીછો કરતા…

gujarattak
follow google news

INDvsNZ: ભારતે ન્યૂઝીલેન્ડને હૈદરાબાદના રાજીવગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઇ રહેલા રોમાંચક મેચમાં 12 રનથી હરાવી દીધું હતું. આ વન ડે મેચમાં 350 રનના ટાર્ગેટનો પીછો કરતા ન્યૂઝીલેન્ડની ટીમ 49.2 ઓવર્સમાં 337 રન સુધી પહોંચી હતી. આ જીત સાથે જ તેણે 3 મેચની વનડે સિરિઝમાં 1-0 થી બઢત બનાવી લીધી હતી. ભારતીય ટીમના જીતના હીરો શુભમન ગીલ અને મોહમ્મદ સિરાઝ રહ્યા હતા. શુભમન ગિલે 208 રનની બેજોડ રમત જોવા મળી હતી. જ્યારે ફાસ્ટ બોલર સિરાઝે ચાર વિકેટ ઝડપી લીધી હતી.

વન ડે ખુબ જ રોમાંચક, છેલ્લી ઘડી સુધી રસાકસી
પહેલી વન ડે મેચ ખુબ જ રોમાંચક રહી હતી. મેચને વધારે રોમાંચક બે કીવી બેટ્સમેન માઇકલ બ્રેસવેલ અને મિચેલ સેન્ટરે બનાવી હતી. એક સમય સુધી 131 રન પર 6 વિકેટ ગુમાવી ચુકેલી કીવી ટીમને બંન્ને બેટ્સમેનોએ નવી આશા અપાવી. બ્રેસવેલ અને સેંટનર વચ્ચે સાતમી વિકેટે 162 રનની પાર્ટનરશીપ થઇ હતી. બંન્નેની પાર્ટનરશીપના કારણે ન્યૂઝીલેન્ડની ટીમ એક સમયે 45.3 ઓવરાં 6 વિકેટ પર 293 રન બનાવી લીધા હતા. તેની જીતની શક્યતાઓ દેખાવા લાગી હતી.

મોહમ્મદ સિરાઝે એક તબક્કે બાજી સંભાળી
જો કે મોહમ્મદ સિરાઝે 46 મી ઓવરના ચોથા બોલમાં સેન્ટરન અને ત્યાર બાદના બોલમાં હેનરી શિપલેને આઉટ કરીને ભારતીય ટીમને ફરી મજબુત કરી દીધી હતી. આઠ વિકેટ તો પડી ચુકી પરંતુ માઇકલ બ્રેસવેલ હજી પણ તોફાની રમત રમી રહ્યો હતો. એક પછી એક છગ્ગા અને ચોગ્ગા ફટકારી રહ્યો હતો. જેથી છેલ્લી ઓવર સુધી ભારે રસાકસી જોવા મળી હતી.

છેલ્લી ઓવર સુધી દર્શકોનો રોમાંચ જળવયો
છેલ્લી ઓવરમાં 20 રનની જરૂર હતી. કીવી ટીમ પાસે એક જ વિકેટ બચી હતી. આ નાજુક પરિસ્થિતિમાં શાર્દુલ ઠાકુરને કેપ્ટન રોહિત શર્માએ જવાબદારી સોંપી હતી. આખરી ઓવરની પહેલા બોલમાં બ્રેસવેલે છગ્ગો ફટકાર્યો હતો. ત્યાર બાદ ગેંગ વાઇડ થઇ હતી. જેના કારણે ચાર બોલમાં 13 રનની જરૂર હતી. અહીંથી મેચ કોઇ પણ પક્ષે જાય તેવી શક્યતા હતી. જો કે શાર્દુલે એક બેહતરીન યોર્કર પર બ્રેસવેલને એલબીડબલ્યુ આઉટ કરીને ભારતને જીત અપાવી હતી.

    follow whatsapp