India-Maldives : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણીની માલદીવ પર ભારે અસર જોવા મળી રહી છે. પહેલા સોશિયલ મીડિયા પર માલદીવનો બહિષ્કાર કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, ત્યારબાદ ભારતની અગ્રણી ટ્રાવેલ કંપનીઓએ માલદીવની ફ્લાઈટ અને હોટેલ બુકિંગ કેન્સલ કરી દીધા હતા. આ તમામ વચ્ચે ચાલો જાણીએ કે માલદીવને કુલ કેટલું નુકશાન થયું છે.
ADVERTISEMENT
ખર્ચ અડધો કરી દીધો છતાં ભારતીયો ત્યાં જવા તૈયાર નથી
ભારતના બહિષ્કારથી માલદીવની સમગ્ર અર્થવ્યવસ્થાને ભારે અસર થઈ છે. માલદીવને દરરોજ કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. દેશની આવક માત્ર પ્રવાસીઓ અને પ્રવાસનથી જ આવે છે તેની હાલત કફોડી થતી જાય છે. પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે, માલદીવે ત્યાં મુસાફરીનો ખર્ચ અડધો કરી દીધો હોવા છતાં ભારતીયો ત્યાં જવા માટે તૈયાર નથી.
રોજનું આટલું નુકશાન
વિવાદની અસર સીધી માલદીવની અર્થવ્યવસ્થા પર થઈ છે. ગયા વર્ષે જ ભારતીયોએ માલદીવમાં આશરે રૂ. 3,152 કરોડ ખર્ચ્યા હતા. એનો સીધો જ અર્થ એ થાય છે કે જો ભારતીયનું માલદીવ ન જવાથી તેને રોજનું આશરે 8.6 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે.
પેકેજમાં 40 ટકાના ઘટાડા સાથે પણ માલદીવ તૈયાર નથી ભારતીયો
વિવાદ બાદ ઓનલાઈન ટ્રાવેલ બુકિંગ ભારે ઘટાડો જોવા મળ્યો છે. ટ્રાવેલ બુકિંગ વેબસાઇટ MakeMyTrip એ જણાવ્યું હતું કે છેલ્લા એક સપ્તાહમાં લક્ષદ્વીપની પૂછપરછમાં 3,400 ટકાનો વધારો થયો છે.પ્રવાસીઓની ઉદાસીનતા જોઈને અને તેમને આકર્ષવા માટે ટ્રાવેલ એજન્ટોએ માલદીવની મુલાકાતનો ખર્ચ પણ 40 ટકા ઘટાડી દીધો છે. આ પરિસ્થિતિમાં પણ લોકો ત્યાં જવાનું પસંદ કરી રહ્યા નથી અને હવે લોકોમાં લક્ષદ્વીપનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.
માલદીવને ભારતીય પ્રવાસીઓની જરૂર છે
તમને જણાવી દઈએ કે દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ માલદીવની મુલાકાત લે છે. વર્ષ 2018 માં, ભારતમાંથી એટલા બધા પ્રવાસીઓ માલદીવ પહોંચ્યા હતા કે ભારત માલદીવમાં પ્રવાસીઓના આગમનનો 5મો સૌથી મોટો સ્ત્રોત હતો. માહિતી અનુસાર, 14,84,274 પ્રવાસીઓમાંથી લગભગ 6.1% (90,474 થી વધુ) પ્રવાસીઓ ભારતના હતા. જોકે, 2018ની સરખામણીમાં 2019માં ભારતમાંથી માલદીવ જનારા પ્રવાસીઓની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ હતી. 2019માં 1,66,030 પ્રવાસીઓએ માલદીવની મુલાકાત લીધી હતી.
ADVERTISEMENT