બેંગ્લુરૂ : મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે, પોલીસ તપાસ કરશે. તેમણે એવું કરવાના નિર્દેશ અપાઇ ચુક્યા છે. સુરક્ષા ઉપાય પણ કરવામાં આવ્યા છે. માતા-પિતાને ગભરાવાની જરૂર નથી. મે પોલીસને શાળાનું નિરીક્ષણ કરવા અને સુરક્ષા વધારવાનો નિર્દેશ આપ્યો છે. પોલીસ વિભાગથી પ્રારંભિક રિપોર્ટ પ્તાપ્ત થઇ ચુકી છે.
ADVERTISEMENT
બેંગ્લુરૂની અનેક શાળાઓને શુક્રવારે સવારે ઇમેલ દ્વારા બોમ્બથી ઉડાવવાની ધમકી મળી. ઇમેલમાં દાવો કરવામાં આવ્યો કે, શાળા પરિસરમાં વિસ્ફોટક લગાવાયા હતા. આ મામલે માહિતી મળતાની સાથે જ માહિતી તત્કાલ પોલીસને આપવામાં આવી ગઇ. ત્યાર બાદ પણ તમામ શાળામાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું. હાલ કોઇ પણ શંકાસ્પદ સામાન મળ્યો નથી.
મળતી માહિતી અનુસાર બેંગુલૂરૂની 44 ખાનગી શાળાઓને ધમકી ભર્યોઇમેઇલ મળ્યોહ તો. ત્યાર બાદ શાળા ખાલી કરાવાઇ હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, અમે આજે શાળામાં એક અપ્રત્યાશિત સ્થિતિનો સામનો કરી રહ્યા છે. શાળાને અજાણ્યા સ્ત્રોતો સાથે સુરક્ષા સંબંધી ખતરાનો સામનો કરવો પડી રહ્યો છે. અમે પોતાના બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપે છે, એટલા માટે વિદ્યાર્થીઓને તુરંત જ શાળા ખાલી કરવાનો નિર્ણય લીધો હતો.
અમે કોઇ જોખમ લેવા નહોતા માંગતા: જી.પરમેશ્વર
આ અગાઉ મામલે કર્ણાટકના ગૃહમંત્રી ડૉ. જી.પરમેશ્વરે કહ્યું કે, હાલ અમે 15 શાળાઓ અંગે માહિતી મળી છે, જ્યાં ધમકી ભરેલા ઇમેઇલ આવ્યા છે. ગત્ત વર્ષે પણ આવી ધમકીઓ મળી હતી. અમે કોઇ જોખમ ન લઇ શકીએ, અમે શાળાની તપાસ કરી રહ્યા છીએ અને કાર્યવાહી કરી રહ્યા છે. શાળામાં તમામ સુરક્ષાના પગલા ઉઠાવાઇ રહ્યા છે. અમે ધમકી ભરેલો કોલ કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરીશું. અમે તમામ પાસાઓ પર નજર રાખી રહ્યા છીએ.
પોલીસને તપાસના આદેશ આપ્યા-સીએમ
બીજી તરફ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે, પોલીસ તપાસ કરશે. તેમને તેવું કરવા માટેના નિર્દેશ અપાઇ ચુક્યા છે. સુરક્ષા ઉપાય પણ કરવામાં આવ્યા છે. માતા-પિતાએ ગભરાવાની જરૂર નથી. મે પોલીસને શાળાઓનું નિરીક્ષણ કરવા અને સુરક્ષા વધારવાના નિર્દેશ આપ્યા છે. પોલીસ વિભાગ પાસેથી પ્રારંભિક રિપોર્ટ પણ આવી ચુક્યો છે.
ADVERTISEMENT