નવી દિલ્હી : દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટથી (IGI) પુણે જતી સ્પાઇસ જેટની ફ્લાઇટમાં બોમ્બ હોવાની માહિતી મળી રહી છે. આ ફ્લાઇ IGI એરપોર્ટથી સાંજે 6.30 વાગ્યે ઉપડવાની હતી. ત્યારે જ તેઓ બોમ્બ હોવાની માહિતી મળતા હડકંપ મચ્યો હતો. આ પછી ફ્લાઇટમાં બોર્ડિંગ અટકાવી દેવાયું હતું અને બોમ્બ સ્કવોર્ડની ટીમને બોલાવીને સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જો કે અત્યાર સુધીની તપાસમાં કશુ જ શંકાસ્પદ મળ્યું નથી.
ADVERTISEMENT
પ્લેન ટેક ઓફ થાય તે પહેલામાં બોમ્બ હોવાની અફવા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટેક ઓફ થાય તે પહેલા જ ફ્લાઇટમાં બોમ્બ હોવાની શક્યતાની માહિતી મળી હતી. મળતી માહિતીના આધારે દિલ્હી પોલીસ દ્વારા એરપોર્ટ પરના અધિકારીઓને એલર્ટ આપવામાં આવ્યું હતું. જેના પગલે ફ્લાઇટમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી હતી. જો કે ફ્લાઇટમાંથી કોઇ જ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. જો કે બોમ્બના આધારે તપાસ આદરવામાં આવી છે.
અગાઉ જામનગરમાં પણ એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું
અગાઉ 10 જાન્યુઆરીએ મોસ્કોથી ગોવા જતી ચાર્ટર્ડ ફ્લાઇટમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. માહિતીના આધારે જામનગરમાં ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું.બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ, સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. તમામ મુસાફરોને વન ટુ વન ચેક કરવામાં આવ્યા હતા. ગોવા ATC ને એક મેઇલ આવ્યો ત્યાર બાદ આખી કાર્યવાહી હાથ ધરાઇ હતી. આ મેઇલમાં જેમાં ચાર્ટર્ડ ફ્લાઇટમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી.
ફ્લાઇટમાંથી તમામ 244 મુસાફરોને સુરક્ષીત રીતે બહાર કઢાયા હતા. ચાર્ટ્ડ ફ્લાઇટમાં બોમ્બ હોવાના સમાચાર હોવાથી દુતાવાસને એલર્ટ કરાયા હતા.
ADVERTISEMENT