બોલિવૂડના ટેલેન્ટેડ અને પ્રખ્યાત અભિનેતા મિથિલેશ ચતુર્વેદીનું અવસાન થયું છે. તેઓ હાર્ટની બીમારીથી પિડાઈ રહ્યા હતા. આ દરમિયાન લખનઉમાં મિથિલેશે પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેમને હાર્ટ એટેક આવ્યો હતો ત્યારપછી હોમટાઉનમાં તેમની સારવાર ચાલી રહી હતી. બુધવારે સાંજે તેમનું નિધન થયું હોવાની માહિતી મળી રહી છે.
ADVERTISEMENT
મિથિલેશ આ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે…
મિથિલેશના નિધનના સમાચાર સામે આવતા બોલિવૂડમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. પોતાની કારકિર્દીમાં મિથિલેશ ચતુર્વેદીએ સની દેઓલની ફિલ્મ ગદરઃ એક પ્રેમ કહાની, મનોજ બાજપેયીની સત્યા, શાહરુખ ખાનની અશોકા, બંટી ઓર બબલી, રેડીમાં જોવા મળ્યા હતા. પરંતુ કોઈ મિલ ગયા ફિલ્મથી તેમનું નામ લોકોમાં ચર્ચિત થઈ ગયું હતું.
ફિલ્મમાં હ્રિતિક રોશનનાં કમ્પ્યુટર ટિચર હતા
મિથિલેશ એ જ શિક્ષક છે જેમણે કોઈ મિલ ગયા ફિલ્મમાં રોહિત (હ્રિતિક રોશન)નું અપમાન કરી પોતાની ક્લાસમાંથી બહાર કાઢી મૂકે છે. જેથી રોહિત (હ્રિતિક રોશન) પિતાના કમ્પ્યુટર શીખવા માટે ઉત્સાહિત થાય છે અને પછીથી ફિલ્મનો રોમાંચ બમણો થઈ જાય છે. જોકે ત્યારપછી રોહિત (હ્રિતિક રોશન) કમ્પ્યુટર શીખીને આવે છે ત્યારે આ જ શિક્ષકને જે વળતો જવાબ આપે છે એ સીન દર્શકોને પસંદ આવ્યો હતો.
ADVERTISEMENT