મુંબઈ: બોલિવૂડની જાણીતી અભિનેત્રી ઇલિયાના ડીક્રૂઝે ઘણી ફિલ્મોમાં શાનદાર કામ કર્યું છે. જો કે તે લાંબા સમયથી ફિલ્મી પડદાથી ગાયબ છે, અભિનેત્રી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાના જીવનના દરેક નાના-મોટા અપડેટ ફેન્સ સાથે શેર કરતી રહે છે. આ બધા વચ્ચે ઇલિયાનાએ મંગળવારે સોશિયલ મીડિયા પર પ્રેગનન્સીની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. જોકે, અભિનેત્રીએ ભાવિ બાળકના પિતા વિશે કોઇ માહિતી આપી નથી.
ADVERTISEMENT
ઇલિયાનાએ એક તસવીર શેર કરીને પ્રેગ્નેન્સીની જાહેરાત કરી
ઇલિયાનાએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રેગનન્સીની જાહેરાત કરી છે. તેણે ‘એન્ડ સો ધ એડવેન્ચર બીગિન્સ’ અને ‘મામા’ પેન્ડન્ટની તસવીર સાથે બેબી ડ્રેસની તસવીર શેર કરી છે. આ શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘જલ્દી આવી રહી છે. મારી નાની ડાર્લિંગને મળવા માટે રાહ નથી જોઈ શકતી.’
ફેન્સે પૂછ્યું બાળકના પિતાનું નામ
ઇલિયાનાની પ્રેગ્નન્સીની જાહેરાત બાદ તેના ફેન્સ તેને ખૂબ અભિનંદન આપી રહ્યા છે. ત્યારે ઇન્ટરનેટનો એક વર્ગ બાળકના પિતા વિશે જાણવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. એક યુઝરે લખ્યું, “શું તમે પરિણીત છો? અન્ય એક યુઝરે લખ્યું, “શું તમે વિગતો શેર કરી શકો છો?” જ્યારે અન્યએ પૂછ્યું, લગ્ન ક્યારે થયા? તો કોઈએ પૂછ્યું, બાળકના પિતા કોણ છે?. જોકે ઈલિયાનાએ પોતાની પોસ્ટમાં તે પોતે પ્રેગ્નેન્ટ છે કે નહીં તે નથી જણાવ્યું.
કેટરિનાના ભાઈને ડેટ કરી રહી હોવાના રિપોર્ટ
તમને જણાવી દઈએ કે ઇલિયાના ડિક્રૂઝ થોડા વર્ષો પહેલા એન્ડ્રૂ નીબોન સાથે રિલેશનશિપમાં હતી. અભિનેત્રીએ એકવાર એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર નિબોનનો “બેસ્ટ પતિ” તરીકે ઉલ્લેખ કર્યો હતો, તેમ છતાં તે સ્પષ્ટ નહોતું કે બંનેએ લગ્ન કર્યા હતા કે નહીં. 2019માં તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. સાથે જ હાલમાં જ ખબર આવી હતી કે ઇલિયાના કેટરીના કૈફના ભાઇ સેબેસ્ટિયન લોરેન્ટ મિશેલને ડેટ કરી રહી છે. કોફી વિથ કરણ સીઝન 7ના એક એપિસોડમાં કરણ જોહરે પણ તેમના સંબંધોની પુષ્ટિ કરી હતી.
ADVERTISEMENT