ગુજરાતના રાજકારણમાં હવે થઈ પરેશ રાવલની એન્ટ્રી! કેજરીવાલનો જૂનો વીડિયો ટ્વિટ કરી શું કહ્યું?

અમદાવાદ: ગુજરાતમાં ટૂંક સમયમાં જ વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ વચ્ચે આક્ષેપ-પ્રત્યાક્ષેપની રાજનીતિ થઈ રહી છે. ત્યારે હવે તેમાં બોલિવૂડના…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં ટૂંક સમયમાં જ વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ વચ્ચે આક્ષેપ-પ્રત્યાક્ષેપની રાજનીતિ થઈ રહી છે. ત્યારે હવે તેમાં બોલિવૂડના દિગ્ગજ એક્ટર પરેશ રાવલે (Paresh Rawal) પણ જંપલાવ્યું છે. પરેશ રાવલે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનો (Arvind Kejriwal) એક જૂનો વીડિયો રિટ્વીટ કર્યો છે, જેમાં તેઓ ગુજરાતીઓને કચડી નાખવાની વાત કરી રહ્યા છે.

ગુજરાતીઓને કચડવાની વાત કરતા કેજરીવાલનો વીડિયો ટ્વિટ કર્યો
પરેશ રાવલે અરવિંદ કેજરીવાલનો એક જૂનો વિડીયો ટ્વિટર પર ટ્વીટ કર્યો છે. જેમાં કેજરીવાલ કહી રહ્યા છે કે, જો મારી વિરુદ્ધ વિરોધ કરશો તો હું કચડી નાખીશ, અને ગુજરાતવાળા તમે જે કરી શકો, જે બગાડી શકો મારું તે બગાડી લો. એક્ટર પરેશ રાવલે આ સાથે કેપ્શન પણ આપ્યું છે, ‘અરે બાપ રે!!!’

ભાજપમાંથી ચૂંટણી લડી ચૂક્યા છે પરેશ રાવલ
નોંધનીય છે કે, પરેશ રાવલ ગુજરાતમાં અમદાવાદની પૂર્વ બેઠક પરથી જ ભાજપમાંથી ચૂંટણી લડી ચૂક્યા છે અને તેઓ પૂર્વ સંસદસભ્ય પણ રહી ચૂક્યા છે. જોકે 2019ની ચૂંટણીમાં તેમણે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી, આથી ભાજપે હસમુખ પટેલને ઉમેદવાર બનાવ્યા હતા. આ અગાઉ પણ તેઓ ભાજપ માટે ગુજરાતની ચૂંટણીમાં પ્રચાર કરી ચૂક્યા છે. ઉપરાંત તાજેતરમાં પણ તેમણે અરવિંદ કેજરીવાલના અન્ય કેટલાક વીડિયો ટ્વિટ કર્યા છે, જેમાં તેઓ વક્ફ બોર્ડ સાથે ચર્ચા કરી રહ્યા હતા. જેને જોતા ચૂંટણી નજીક આવતા જ પરેશ રાવલે આડકતરી રીતે અરવિંદ કેજરીવાલને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું હોય તેમ લાગી રહ્યું છે.

 

    follow whatsapp