મુંબઇ : મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના હરિહરેશ્વર કિનારે દરિયામાં બે શંકાસ્પદ બોટ મળી આવી હતી. જે બોટમાંથી AK 47, રાયફલ અને કેટલીક કારતુસો મળી આવી છે. બોટને સ્થાનિક લોકોએ જોઇને પોલીસને ઘટના અંગે માહિતી આપી હતી. ઘટના સ્થળે પોલીસે બોટને કિનારે લાંગરીને તપાસ કરતા ચોંકી ઉઠી હતી. જો કે બોટમાં આવેલા શખ્સો ક્યાં ગયા તે હાલ સૌથી મોટો સવાલ છે. જો કે આ બોટ મળી આવ્યા બાદ રાયગઢ પોલીસ સહિત સમગ્ર મહારાષ્ટ્ર પોલીસ હાઇએલર્ટ પર છે.
ADVERTISEMENT
ઘટનાની ગંભીરતાને જોતા તત્કાલ ડોગસ્કવોર્ડ અને એફએસએલ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકાઇ ગયા હતા. રાયગડ જિલ્લાના હરિહરેશ્વર બીચ પર એક બોટ શંકાસ્પદ હાલતમાં મળી આવતા રાયગઢ જિલ્લા પોલીસ હાઇએલર્ટ પર છે. બોટમાંથી AK 47 રાયફળ મળીઆવી છે. સુરક્ષાના કારણોથી પોલીસે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી છે.
એન્ટીટેરર સ્કવોર્ડ પણ ઘટના સ્થળે પહોંચી ચુકી ચે. ટીમ આતંકવાદી ષડયંત્રના એન્ગલને ધ્યાને રાખીને તપાસ કરી રહી છે. અત્રે ઉળ્લેખનીય છે કે, મુંબઇ હૂમલો પણ આ જ કારણથી તપાસ ચલાવી રહી છે. પોલીસે બોટનો કબજો મેળવી લીધો છે. આ બોટ દરિયા કિનારેથી મળી આવી ચે. પોલીસ હાલ સ્થાનિક લોકોની તપાસ કરી રહી છે.
આ ઉપરાંત ભારદખોલમાં લાઇફ બોટ પણ મળી આવી છે. તે હરિહરેશ્વર બીચથી લગભગ 32 કિલોમીર દુર છે. બંન્ને વિસ્તારો રાયગઢ જિલ્લાના શ્રીવર્ધન તાલુકામાં છે. આ અંગે એટીએસ ચીફે જણાવ્યું કે, આતંકવાદી ષડયંત્ર હોવાની શક્યતા છે. આ બોટ ક્યાંની છે તે મુદ્દે તપાસ ચાલી રહી છે. પ્રાથમિક રીતે આ ઓસ્ટ્રેલિયન બોટ હોવાનું સામે આવ્યું છે. જો કે હાલ તપાસ ચલાવી રહ્યા છીએ.
ADVERTISEMENT