પટણા: બિહારના પટણા રેલ્વે સ્ટેશન પર જાહેરાત માટે લગાવવામાં આવેલા ટીવી સ્ક્રીનમાં અચાનક પોર્ન ફિલ્મ શરૂ થઈ જતા સેંકડો મુસાફરો શરમમાં મૂકાઈ ગયા. રવિવારે સવારે 9.30 વાગ્યે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરની ટીવી સ્ક્રીન પર 3 મિનિટ સુધી પોર્ન ફિલ્મ ચાલી હતી. એવામાં શરમમાં મૂકાયેલા પેસેન્જરોએ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) અને રેલવે પ્રોટેક્શન ફોર્મ (RPF)માં ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
RPFએ એજન્સીને ફોન કરીને વીડિયો બંધ કરાવ્યો
GRP દ્વારા પગલાં લેવામાં વિલંબ થયા બાદ, RPFએ સ્ક્રીન પર જાહેરાતો ચલાવવા માટે જવાબદાર એજન્સી દત્તા કોમ્યુનિકેશનનો સંપર્ક કર્યો અને એજન્સી ઓપરેટરોને મહિલાઓ અને બાળકો સામે સ્ટેશન પર ચાલતી પોર્ન ક્લિપના રિલે રોકવા માટે કહ્યું હતું.
રેલવેએ એજન્સીને દંડ ફટકાર્યો
બાદમાં, રેલવે અધિકારીઓ પણ એક્શનમાં આવ્યા અને દત્તા કોમ્યુનિકેશન સામે FIR નોંધવામાં આવી. એજન્સીને રેલવે દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવી છે અને તેના પર દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
રેલવેએ એજન્સીનો કોન્ટ્રાક્ટ સમાપ્ત કર્યો
સૂત્રોના જણાવ્યા અનુસાર, રેલ્વે અધિકારીઓએ રેલ્વે સ્ટેશન પર ટેલિવિઝન સ્ક્રીન પર જાહેરાતો રીલે કરવા માટે એજન્સીને આપવામાં આવેલ કોન્ટ્રાક્ટને સમાપ્ત કરી દીધો છે. રેલ્વે વિભાગ આ મામલે અલગથી તપાસ કરી રહ્યું છે. કેટલાક અધિકારીઓએ એ હકીકત પર સવાલ ઉઠાવ્યા છે કે વીડિયો ખાસ કરીને પ્લેટફોર્મ નંબર 10 પર ચલાવવામાં આવ્યો હતો.
ADVERTISEMENT