T20 World CUP 2022: ભારતીય ટીમે રચ્યો ઇતિહાસ, સતત ત્રીજી વખત વર્લ્ડકપ જીત્યો

નવી દિલ્હી : ક્રિકેટ ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. ભારતીય ટીમે બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવીને નેત્રહીન ટી-20 વર્લ્ડકપ ટ્રોફી પર કબજો કરી લીધો છે. બેંગ્લુરુના…

gujarattak
follow google news

નવી દિલ્હી : ક્રિકેટ ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. ભારતીય ટીમે બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવીને નેત્રહીન ટી-20 વર્લ્ડકપ ટ્રોફી પર કબજો કરી લીધો છે. બેંગ્લુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતીય ટીમે 120 રનના મોટા માર્જિનથી જીત પ્રાપ્ત કરી હતી. આ સાથે જ વર્લ્ડકપની ટ્રોફી પર કબજો કરી લીધો હતો.

ભારતે પ્રથમ બેટિંગ કરતા 277 રનનો સ્કોર બનાવ્યો હતો
ભારતે પહેલા બેટિંગ કરતા 277 નો સ્કોર બનાવ્યો હતો, ભારતીય ટીમે માત્ર 2 વિકેટ ગુમાવીને વિશાળ સ્કોર ખડો કર્યો હતો. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને માત્ર 157 રન જ બનાવી શકી હતી. આ સાથે જ ભારતીય ટીમે નેત્રહીન ટી20 વર્લ્ડ કપ 2022 પર કબજો કરી લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ત્રીજી વખત છે જ્યારે ભારતીય ટીમે ટી20 વર્લ્ડકપ જીતી લીધો હતો, આ અગાઉ 2012 અને 2017 માં પણ નેત્રહીન ટીમ ઇન્ડિયાએ આ ટુર્નામેન્ટ પર કબજો કરી લીધો હતો.

ભારતના બે બેટ્સમેન દ્વારા 2 સદી ફટકારવામાં આવી હતી
ભારતના બે બેટ્સમેન દ્વારા 2 સદી ફટકારવામાં આવી હતી. જેમાં સુનીલ રમેશે 63 બોલમાં 136 રન ફટકાર્યા હતા. જ્યારે કેપ્ટન અજય રેડ્ડીએ 50 બોલમાં 100 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમે 20 ઓવરમાં 157 રન બનાવી શકી હતી અને તેમાં 3 વિકેટ ગુમાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વખતે ભારત આ વર્લ્ડ કપનો હોસ્ટ હતું. જ્યારે આવતો વર્લ્ડ કપ 2024 માં રમાશે. આ વર્લ્ડકપ પાકિસ્તાનમાં જ થશે. હાલના વર્લ્ડ કપમાં પાકિસ્તાની ખેલાડીઓના વિઝા મુદ્દે ખુબ જ વિવાદ થયો હતો.

    follow whatsapp