નવી દિલ્હી : ઇઝરાયેલની સરકારે ગાઝામાં ભોજન, ઇંધણ અને અન્ય સામાનની આપૂર્તિ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ પગલાએ સંયુક્ત રાષ્ટ્ર અને 23 લાખની વસ્તી ધરાવતા ગાઝામાં સક્રિય સહાયતા સમૂહોની વચ્ચે ચિંતા વધારી દીધી.
ADVERTISEMENT
ગાઝાપટ્ટી સંપુર્ણ અંધકારમાં ડુબી ચુક્યું છે
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ગાઝા પટ્ટી પર સંપુર્ણ પ્રકારે અંધારામાં ડુબી ચુક્યું છે. ગાઝાના ઉર્જામંત્રાલયે બુધવારે કહ્યું કે, તેના એકમાત્ર વિજળી સયંત્રમાં ઇંધણ ખતમ થઇ ગયું છે. તેમણે કહ્યું કે, ઇઝરાયેલની નાકાબંધીના કારણે પુરવઠ્ઠો ઠપ્પ થઇ જવાના કારણે સંયંત્ર બંધ કરી દેવામાં આવ્યું છે. હાલ આ ક્ષેત્રમાં વિજળી પુરી પાડવા માટે માત્ર જનરેટર જ બચેલા છે. જો કે જનરેટર્સ માટે ફ્યૂલ ક્યા સુધી ઉપલબ્ધ રહેશે. તે અંગે પણ કંઇ કહેવું મુશ્કેલ છે. તેવામાં ગાઝા પર વિજળી સંકટ વધારેને વધારે ઘેરુ બની રહ્યું છે.
ગાઝાપટ્ટી જનારી ઇંધણની ખેપને અટકાવવાનો નિર્ણય
ઉલ્લેખનીય છે કે, ઇઝરાયેલે હમાસના શાસનવાળા ગાઝા પટ્ટી જનારી ઇંધણની ખેપને અટકાવવાનો નિર્ણય લીધો છે. યુદ્ધમાં પિસ રહેલા સામાન્ય લોકોની મદદ માટે માનવાધિકાર સમુહ પરેશાની સામનો કરી રહ્યા છે. સાથે જ તેમણે આ સમયે સહાયતા અભિયાન ચલાવવા દરમિયાન પોતાની સુરક્ષાની પણ ચિંતા સત્તાવી રહી છે. ગાઝાની નાકાબંધી વધવાથી તેમના પ્રયાસોમાં વધારે મુશ્કેલી પેદા થઇ ચુકી છે. આ લોકો જરૂરિયાતમંદો સુધી સરળતાથી પહોંચાડી નથી રહ્યા.
ભોજન,ઇંધણ અને અન્ય સામાનનો પુરવઠ્ઠા પર રોગ
ગાઝામાં શાસિત ચરમપંથી સમૂહ હમાસે શનિવારે ઇઝરાયેલ પર અચાનક અને ભૂષણ હુમલા કર્યા, ત્યાર બાદ ઇઝરાયેલે ગાઝામાં હવાઇ હુમલા કર્યા હતા. સાથે જ ઇઝરાયેલ ગાઝામાં ભોજન, ઇંધણ અને અન્ય સામાનનો પુરવઠ્ઠા પર પ્રતિબંધ લગાવી દીધો. હજી પણ ગાઝામાં કામ કરી રહેલા ડોક્ટર્સ વિધાઉટ બોર્ડ્સ ક્ષેત્રમાં પહેલાથી જ હાજર આપૂર્તિ પર નિર્ભર છે કારણ કે નાકાબંધીના કારણે નવો પુરવઠ્ઠો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સમુહે કહ્યું કે, તેણે ગાઝા શહેરના ઉત્તરમાં સ્થિત જબાલિયા શરણાર્થી શિબિર પર હવાઇ હુમલા બાદ 50 થી વધારે લોકોની સારવાર કરી છે.
પાણી-ભોજન જેવી સામાન્ય વસ્તુઓના ફાંફા પડી શકે છે
યુદ્ધમાં ગાઝામાં લોકોના ભોજન અને પાણી જેવી વસ્તુઓ પ્રદાન કરનારા મર્સી કોર્પ્સ નામના જુથના કામકાજમાં પણ ઉંડુ વ્યાધાન નાખ્યું છે. સંગઠનના મધ્ય પૂર્વ ક્ષેત્રીય નિર્દેશક અરનોડ ક્વેમિન આ માહિતી આપી. ક્વેમિને કહ્યું કે, આ સમયે જે પ્રકારની વસ્તુઓ થઇ રહી છે તેનાથી અમે ખુબ જ ચિંતિત છીએ કારણ કે એવું લાગી રહ્યું છે કે, આ ખુબ જ ઝડપથી અને ખરાબ થવાનું છે. ગાઝાને સીલ કરવાથી માનવીય જરૂરિયાતો ખુબ જ ઝડપથી પેદા થશે. લડાઇ વધતી જોઇને યૂરોપીય યૂનિયને સોમવારે મોડી રાત્રે પોતાની જુની જાહેરાતો પરત ખેંચી લીધી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, તેઓ ફિલિસ્તીની અધિકારીઓ માટે સહાયતાને તુરંત નિલંબિત કરી રહ્યું છે.
ADVERTISEMENT