સાઉથમાં ભાજપને એક સાંધે ત્યાં તેર તુટે જેવી સ્થિતિ- AIADMK એ ગઠબંધન સાથે છેડો ફાડ્યો

AIADMK-BJP Alliance: એઆઇએડીએમકેએ ભાજપના નેતૃત્વમાં રહેલી એનડીએ સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરતા કહ્યું કે, અમારા નેતાઓ વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી રહી છે. AIADMK-BJP Alliance તુટી…

AIADMK break Alliance with BJP

AIADMK break Alliance with BJP

follow google news

AIADMK-BJP Alliance: એઆઇએડીએમકેએ ભાજપના નેતૃત્વમાં રહેલી એનડીએ સાથે ગઠબંધન તોડવાની જાહેરાત કરતા કહ્યું કે, અમારા નેતાઓ વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી રહી છે.

AIADMK-BJP Alliance તુટી ચુક્યું છે.

તમિલનાડુમાં ભાજપને ઝટકો લાગ્યો છે. ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિદ મુનેત્ર કષગમ દ્વારા સોમવારે ભાજપના નેતૃત્વમાં રહેલા રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) સાથે છેડો ફાડ્યો છે.આ અંગેનો પ્રસ્તાવ પાર્ટી દ્વારા પાસ કરવામાં આવ્યો છે. AIADMK નેતાઓની બેઠક બાદ પાર્ટીના ઉપ સમન્વયક કે.પી મુનુસામીએ કહ્યું કે, એઆઇડીએમકે આજથી ભાજપ અને એનડીએના તમામ સંબંધો તીડી રહી છે. ભાજપ સાથે ગઠબંધન તોડ્યા બાદ એઆઇએડીએમકેના વર્કરોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. પાર્ટીએ કહ્યું કે, ભાજપનું રાજ્ય નેતૃત્વ ગત્ત એક વર્ષથી સતત અમારા પૂર્વ નેતાઓ, અમારા મહાસચિવ ઇપીએસ અને અમારા કાર્યકર્તાઓ પર બિનજરૂરી ટિપ્પણી કરી રહ્યું છે. આજની બેઠકમાં આ પ્રસ્તાવ સર્વસમ્મતિથી પસાર કરવામાં આવ્યો.

AIADMK એ શું કહ્યું?

સમાચાર એજન્સી પીટીઆઇના અનુસાર અન્નાદ્રમુકે કહ્યું કે, તેઓ 2024 ની લોકસભા ચૂંટણીમાં એક અલગ મોર્ચાનું નેતૃત્વ કરશે. આ સમયે દેશમાં બે મુખ્ય ગઠબંધન છે. તેમાં એક ભાજપના નેતૃત્વનું એનડીએ છે જ્યારે બીજું તમામ 28 વિપક્ષો સાથેનું INDIA ગઠબંધન છે. એવા અનેક દળો છે કે જે આ બંન્ને એલાયન્સનો હિસ્સો નછી. તેમાં તેલંગાણા સીએમ કેસીઆરની ભારત રાષ્ટ્ર સમિતી, સાંસદ અસુદ્દીન ઓવૈસીની ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન, ઓડિશાના સીએમ નવીન પટનાયકની બીજૂ જનતા દળ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાઇએસ જગન મોહન રેડ્ડીની વાઇએસઆર કોંગ્રેસ સહિતના અનેક દળ છે.

ભાજપે શું કહ્યું?

BJP ના પ્રદેશ અધ્યક્ષના અન્નામલાઇ સાથે એઆઇડીએમકે સાથે ગઠબંધન તુટવા અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, તેઓ આ અંગે પછી નિવેદન આપશે. તેઓ આ યાત્રા અંગે નથી બોલતા.

કેમ ગઠબંધન તુટ્યું?

AIDMK ના પ્રતિનિધિમંડળે હાલમાં જ દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ જેપીનડ્ડા અને કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલને મળ્યો હતો. આ દરમિયાન પાર્ટીએ ભાજપના પ્રદેશ પ્રમુખ અન્નામલાઇની તરફથી માફી માટે નેતૃત્વના હસ્તક્ષેપની માંગ કરી. પીટીઆઇના અનુસાર ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષે કહ્યું કે, અમારા નેતૃત્વને અન્નામલાઇને હટાવવાનો વિચાર પસંદ નથી કારણ કે તેઓ પાર્ટીને મજબુત કરી રહ્યા છે અને તેને શાનદાર રીતે વિસ્તાર કરી રહ્યા છે. તેમણે માત્ર રાજ્યમાં સનાતન ધર્મ વિવાદ દરમિયાન અન્નાદુરઇ અંગે પણ ટિપ્પણી કરી હતી.

    follow whatsapp