પ.બંગાળ પંચાયત ચૂંટણીમાં દીદીના સુરક્ષા કવચને ભેદવા BJP નો માસ્ટર પ્લાન, આ રહ્યો માસ્ટર પ્લાન

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી મુદ્દે રાજનીતિક ગરમા ગરમી ચાલી રહી છે. રાજ્યની સત્તાધારી પાર્ટી તૃણમુલ કોંગ્રેસને ટક્કર આપવા માટે ભારતીય જનતા પાર્ટીએ પણ…

gujarattak
follow google news

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી મુદ્દે રાજનીતિક ગરમા ગરમી ચાલી રહી છે. રાજ્યની સત્તાધારી પાર્ટી તૃણમુલ કોંગ્રેસને ટક્કર આપવા માટે ભારતીય જનતા પાર્ટીએ પણ કમર કસી છે. પંચાયત ચૂંટણીને ધ્યાને રાખીને સત્તારૂઢ ટીએમસીએ નવું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનને દીદીર સુરક્ષા કવચ (દીદીનું સુરક્ષા કવચ) નામ આપવામાં આવ્યું છે. ટીએમસીના અભિયાનની સામે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ પોતાની તમામ તાકાત લગાવી રહ્યું છે.

એક અગ્રણી અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર બંગાળ ભાજપ શાહ અને નડ્ડા ટુંક જ સમયમાં પોતાની રેલીઓ શરૂ કરશે. જો કે રેલીઓ પાર્ટી 2024 ને ધ્યાને રાખીને કરી રહી છે. જો કે આ રેલીઓમાં પંચાયત ચૂંટણી પર પણ નજર રાખવામાં આવશે. શક્યતા છે કે, અમિત શાહ આ દરમિયાન પંચાયત ચૂંટણીનું પણ બ્યુગલ ફુંકશે.

જો કે બંગાળમાં લોકપ્રિય અને વિશ્વસનીય ચહેરાની કમી સ્પષ્ટ વર્તાઇ રહી છે આંતરિક કલહ અને જુથવાદના કારણે ભાજપ બંગાળમાં નબળી પડી છે. જેના કારણે હાલ ભાજપનો સંપુર્ણ દારોમદાર માત્ર અને માત્ર કેન્દ્રીય નેતૃત્વ પર જ છે. જો કે કેન્દ્રીય નેતૃત્વની નજર 2024 ચૂંટણી પર છે. અહીંથી તેઓ મહત્તમ સીટો જીતવા માંગે છે. દરમિયાન બંગાળ પંચાયત ચૂંટણીમાં પણ જેટલી સીટો મળે તે નફો માનીને ભાજપ પોતાની રણનીતિ પર આગળ વધી રહી છે.

ભાજપ 2019 લોકસભા ચૂંટણીમાં કુલ 42 લોકસભા સીટોમાંથી 18 પર જીત પ્રાપ્ત કરી શકી હતી. હવે 2024 ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય નેતૃત્વ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે 2024 ને ધ્યાને રાખીને કેન્દ્રીય નેતૃત્વ તમામ સીટો પર રેલીઓ કરશે.

    follow whatsapp