ભાજપ કાલે 77 બેઠકના ઉમેદવારો માટે ઘડશે રણનીતિ, જાણો કઇ કઇ બેઠક પર થશે ચર્ચા

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં ભાજપ દ્વારા લાંબા સમયથી ઉમેદવારોની પસંદગી માટે અંદરખાને મહેનત કરવામાં આવી રહી છે. હવે…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં ભાજપ દ્વારા લાંબા સમયથી ઉમેદવારોની પસંદગી માટે અંદરખાને મહેનત કરવામાં આવી રહી છે. હવે ચૂંટણી જાહેર થયા બાદ ઉમેદવારોની પસંદગી માટે ભાજપની ગાંધીનગરમાં ચૂંટણી સમિતિની બેઠક ચાલી રહી છે. જેમાં પ્રથમ દિવસે 47 બેઠક પર વિસ્તારપૂર્વક ચર્ચા કરાઈ હતી. ત્યારબાદ આજે 58 બેઠકોના ઉમેદવારના નામ પર મંથન થયું છે. હવે આવતીકાલે 77 બેઠકના ઉમેદવારોના નામ પર વિચારણા કરવામાં આવશે.

છેલ્લા 2 દિવસથી મળી રહી છે ચૂંટણી સમિતિની બેઠક
ચૂંટણીની જાહેરાત અગાઉથી જ ભાજપ દ્વારા ચૂંટણીલક્ષી કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. તેવી સ્થિતિ વચ્ચે ઉમેદવારોની પસંદગીએ મહત્વનો મુદ્દો ગણાઇ રહ્યો છે. આથી આગામી ચૂંટણીમાં જવલંત જીત માટે ભાજપ કોઈ પણ કચાસ રાખવાના માંગતું હોય તેમ લાંબા સમયથી ઉમેદવારો પસંદગી માટે મંથન અને મહેનત ચાલી રહી છે. જેને લઈને ભાજપની ચૂંટણી સમિતિની બેઠક ચાલી રહી છે જેનો બીજો દિવસ છે. પ્રથમ દિવસની બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સહિત મોટા ગજાના નેતાઓની હાજરીમાં મહામંથન કરાયું હતું. તમામ વિધાનસભા બેઠકો ઉપર પાંચ-પાંચ દાવેદરોના નામ નક્કી કરી દેવામાં આવ્યા છે. જે આ બેઠકની સૌથી મહત્વપૂર્ણ બાબત રહી છે.

આજે આ બેઠકનું મંથન થયું
આજે 58 બેઠકોના ઉમેદવારના નામ પર મંથન થઈ રહ્યું છે. જેમાં ગાંધીનગરમાં 5, મહેસાણામાં 7, અમરેલીમાં 5 અને બોટાદમાં 2, અમદાવાદની 5, ભાવનગરમાં 7 અને ખેડાની 6 બેઠકો માટે ચર્ચા થશે. તદુપરાંત પંચમહાલની 5, નવસારીની 4, ભરૂચની 5 અને જામનગરની 5 બેઠકોનો સમાવેશ થશે.

આવતીકાલે આ બેઠક પર થશે ચર્ચા
આવતીકાલે 77 બેઠકના ઉમેદવારોના નામની વિચારણા કરાશે. જેમાં આણંદની 7, દાહોદની 6, પાટણની 4, છોટા ઉદેપુરની 3, વડોદરા જિલ્લાની 5 અને શહેરની 5 ઉપરાંત ગીર સોમનાથની 4 તથા જૂનાગઢ શહેરની 1 અને જિલ્લાની 4 બેઠક તેમજ સુરત જિલ્લાની 6 અને સુરત શહેરની 10 બેઠક તથા કચ્છ 7, કર્ણાવતી16 મળી 77 બેઠક માટે મનોમંથક કરવામાં આવશે.ત્યારબાદ ટિકિટ કોને મળશે તેનો નિર્ણય કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ કરશે. જાણવા મળતી વિગત અનુસાર સમગ્ર રાજ્યમાં ભાજપમાંથી 4 હજારથી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે, આથી ટિકિટ માટે મંથન પ્રક્રિયા મુશ્કેલ બની છે.

    follow whatsapp