લોકસભા ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળમાં ચૂંટણી રસપ્રદ થવાની છે. ઇન્ડિયા ગઠબંધનમાં વિવાદ બાદ રાજ્યની તમામ 42 સીટો પર ત્રિકોણીય મુકાબલો થશે. બીજી તરફ પ્રશાંત કિશોરની ભવિષ્યવાણી અંગે ખુબ ચર્ચા થઇ રહી છે કે જેમાં ઉલ્લેખ કરાયો છે કે, આ વખતના પરિણામો ચોંકાવનારા હશે.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે રીલ
સોશિયલ મીડિયા પર હાલ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની વીડિયો ક્લિપ વાયરલ થઇ રહી છે. થોડા દિવસો પહેલા પ્રશાંત કિશોરે નિવેદન આપ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં ભાજપ રાજ્યની સત્તામાં બેઠેલી ટીએમસીથી સારુ પર્ફોમન્સ કરશે. ભાજપ પશ્ચિમ બંગાળમાં ભાજપ રાજ્યની સત્તામાં બેઠેલી ટીએમસી કરતા સારુ પર્ફોન્સ આપશે. ભાજપ પશ્ચિમ બંગાળમાં સૌથી મોટા દળ તરીકે ઉભરશે, ચોંકાવનારા પરિણામ માટે તૈયાર રહો. ઉલ્લેખનીય છે કે, પ્રશાંત કિશોર વિધાનસભા ચૂંટણી દરમિયાન ટીએમસીના રણનીતિકાર રહી ચુક્યા છે. ત્યારે તેમણે જાહેરાત કરી હતી કે, ભાજપ બંગાળમાં 100 વિધાનસભા સીટો નહી જીતી શકે અને ભવિષ્યવાણી સાચી ઠરી. દાવાઓ છતા ભાજપ 77 સીટો જ જીતી શકી અને ટીએમસીએ 212 સીટો જીતીને પશ્ચિમ બંગાળની સત્તા પર કબ્જો કર્યો.
રાજકીય પંડિતો પણ ચકરાઇ ગયા
લોકસભા ચૂંટણી પહેલા પ્રશાંત કિશોરની ભવિષ્યવાણી રાજકીય પંડિતોને પણ ચકરાવી રહી છે. ગરીબોને મફત રાશન, ચૂંટણી પહેલા સીએએ લાગુ થવા અને બંગાળમાં ઇન્ડિયા ગઠબંધનમાં દરાર થવાના કારણે બંગાળમાં ચૂંટણી ઉલટ-પુલટ પણ શક્ય છે. જો કે ટીએમસીનો દાવો છે કે, આ વખતે ભાજપ 2019 થી ઓછી સીટો જીતશે.
મતુઆ સમુદાય CAA ના કારણે ખુબ જ ખુશ છે
ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે CAA લાગુ કરી દીધું છે. જેના કારણે ઉત્તર 24 પરગણા અને નાદિયા જિલ્લાના મતુઆ સમુદાયના લોકોમાં ખુબ જ ખુશીનો માહોલ છે. મતુઆ સમુદાયના લોકો માલદા, દક્ષિણ દિનાજપુર, ઉત્તર દિનાજપુર, હાવડા અને કુચ બિહારમાં પણ છે. ચૂંટણીની દ્રષ્ટી પશ્ચિમ બંગાળની 10 લોકસભા અને 50 વિધાનસભા પર મતુઆ લોકોની દખલ છે. આ ઉપરાંત સીએએનો મમતા બેનર્જી વિરોધ કરી રહ્યા છે. જેના કારણે હિંદુ મત પર પણ તેમની પકડ ઢીલી પડી શકે છે.
ADVERTISEMENT