નવી દિલ્હી : સંસદમાં આમ આદમી પાર્ટી (AAP) ના રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ડા પર કાગડાએ એટેક કર્યો હતો. આ દરમિયાન તેઓ ફોન પર વાત કરી રહ્યા હતા. મંગળવારે થયેલી આ ઘટનાની તસ્વીરો આજે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. દિલ્હી ભાજપે વ્યંગ કરતા રાઘવ ચઢ્ઢા પર નિશાન સાધ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ લખ્યું કે, જુઠ બોલે કૌવા કાટે… આજ સુધી માત્ર સાંભળ્યું હતું, આજે જોઇ પણ લીધું કે કાગડા ખોટા લોકોને બચકુ ભરે છે.
ADVERTISEMENT
આ ટ્વીટ હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યુ છે. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં લોકો તેને ખુબ જ ટ્રોલ પણ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સંજય સિંહને સસ્પેન્ડ કર્યા બાદ રાઘવ ચઢ્ઢા મોદી સરકાર પર સતત આકરા પ્રહારો કરી રહ્યા છે. મંગળવારે તેમણે મણિપુર હિંસા અંગે વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે મણિપુરના મુદ્દે કહ્યું કે, આ ઘટના કોઇ સામાન્ય ઘટના નથી.
વિશ્વમાં તેની ચર્ચા થઇ રહી છે કે, દેશની સરકાર આ અંગે ચર્ચા નથી કરવા માંગતી. રાઘવ ચઢ્ઢાએ મણિપુરના મુખ્યમંત્રીને બર્ખાસ્ત કરવામાં આવવા જોઇએ. તેમણે કહ્યું હતું કે, મણિપુરમાં રાષ્ટ્રપતિ શાન લગાવવું જોઇએ. તેમણે કહ્યું કે, મન કી બાત ખુબ જ થઇ ગઇ પરંતુ હવે મણિપુરની વાત હોય. વડાપ્રધાન મોદી સંસદમાં મણિપુર પર વાત કરે. આ મહિલા સુરક્ષાનો મુદ્દો છે. રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે. અમે વિપક્ષોની એક જ માંગ છે કે મણિપુર અંગે વાત થાય.
બીજી તરફ બુધવારે વિપક્ષને લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની મંજૂરી મળી ગઇ હતી. જો કે અવિશ્વાસ પ્રસ્તાવ અંગે વોટિંગ ક્યારે થશે. હવે તારીખ હજી સુધી નિશ્ચિત નથી. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યુ કે, ઝડપથી આ અંગે ચર્ચા થશે. મણિપુરના મુદ્દે સંસદમાં સતત હોભાલો ચાલી રહ્યો છે. જ્યારથી મોનસુન સત્રની શરૂઆત થઇ છે ત્યારથી સત્રમાં ભારે હોબાળો થઇ રહ્યો છે. આજે પણ તે જ થઇ રહ્યું છે.
ADVERTISEMENT