LokSabha Election 2024: દેશમાં ગણતરીના કલાકોમાં લોકસભા ચૂંટણીની તારીખો (Lok Sabha Election 2024 Date) જાહેર થવાની છે, પરંતુ તે પહેલા જ મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યસભાના સાંસદ અજય પ્રતાપ સિંહે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.
ADVERTISEMENT
આ પણ વાંચો:- Lok Sabha Election: લોકસભાની ચૂંટણી સાથે ગુજરાતમાં આ બેઠકો પર યોજાશે પેટાચૂંટણી
ભાજપના આ સાંસદે પાર્ટી છોડી
અજય પ્રતાપ સિંહ લોકસભા ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી નારાજ હતા. અજય પ્રતાપ સિંહે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માને પોતાનું રાજીનામું મોકલી દીધું છે અને તેની કોપી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. ભાજપે MP ની તમામ 29 લોકસભા બેઠકો માટે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે અને તેમને ટિકિટ આપવામાં આવી નથી.
ADVERTISEMENT