Car Thefts: BJP અધ્યક્ષ જે.પી નડ્ડાના પત્નીની કાર ચોરાઈ, આખું પોલીસ તંત્ર થયું દોડતું

BJP President JP Nadda's Wife Car Stolen: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાના પત્નીની કાર ચોરાઈ ગઈ છે.

 BJP President JP Nadda's Wife Car Stolen

જે.પી નડ્ડાના પત્નીની ફોર્ચ્યુનર ઉઠાવી ગયા ચોર

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

જે.પી નડ્ડાના પત્નીની કાર ચોરાઈ

point

સર્વિસ સેન્ટરમાંથી જ કારની ચોરી

point

પોલીસે કારની શોધખોળ હાથ ધરી

BJP President JP Nadda's Wife Car Stolen: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાના પત્નીની કાર ચોરાઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવર કાર સર્વિસ માટે દિલ્હીના ગોવિંદપુરી ગયો હતો. 19 માર્ચના રોજ સર્વિસ સેન્ટરમાંથી જ ફોર્ચ્યુનર કારની ચોરી થઈ હતી. પોલીસે ડ્રાઈવરની ફરિયાદ પર એફઆઈઆર નોંધી છે. પોલીસે કારની શોધખોળ હાથ ધરી છે. 

સતત વધી રહી છે વાહન ચોરીની ઘટનાઓ

આપને જણાવી દઈએ કે, રાજધાની દિલ્હીમાં વાહન ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. આ અંગે એક મીડિયા રિપોર્ટ પણ સામે આવ્યો છે કે નેશનલ કેપિટલ રિજન (Delhi-NCR)માં દર 14 મિનિટે વાહન ચોરીની ઘટના બને છે. એવી જ રીતે ACKO એ થોડા દિવસો પહેલા વાહન ચોરીની ઘટનાઓ પર આધારિત 'થેફ્ટ એન્ડ ધ સિટી 2024' ની બીજી આવૃત્તિ બહાર પાડી હતી, જેમાં એવું જણાવવામાં આવ્યું હતું કે ભારતમાં 2022 અને 2023 વચ્ચે વાહન ચોરીના બનાવોમાં 2.5 ગણો વધારો થયો છે. 

રિપોર્ટમાં થયા અનેક ખુલાસા

આ ઉપરાંત આ રિપોર્ટમાં ઘણા ખુલાસા થયા છે, એટલે કે કઈ કાર પર ચોરોની નજર સૌથી વધારે છે, ચોરીના બનાવોના હોટ સ્પોટ અને સૌથી વધારે વાહન ચોરી કયા શહેરમાં થઈ છે. આ રિપોર્ટમાં એવા ઘણા તથ્ય રજૂ કરવામાં આવ્યા છે, જે તમારે જાણવા જરૂરી છે.


 

    follow whatsapp