IndiGo Flight Emergency Gate Open: કેન્દ્રીય ઉડ્યન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઇન્ડિગોની ફ્લાઇટનો ઇમરજન્સી ઘેટ ખોલવાના વિવાદમાં ભાજપના નેતા તેજસ્વી સુર્યાનો બચાવ કર્યો છે. તેજસ્વી સુર્યાનું નામ લીધા વગર સિંધાયાએ કહ્યું કે, તથ્યોને જોવા જરૂરી છે. ફ્લાઇટના ગ્રાઉન્ડ થયા બાદ ભુલથી દરવાજો તેમના દ્વારા ખોલી દેવાયો હતો. જો કે ત્યાર બાદ તમામ જરૂરી તપાસ કર્યા બાદ ફ્લાઇટને રવાના કરી દેવાઇ હતી. તેમણે પોતાનાથી થયેલી ભુલ માટે માફી પણ માંગી હતી.
કોંગ્રેસ દ્વારા આક્રમક પ્રહારો
ગત્ત મહીને ચેન્નાઇ હવામથકે ઇન્ડિગોના વિમાનમાં બેઠા બાદ ભાજપ સાંસદ તેજસ્વી સુર્યાએ પ્લેનનો ઇમરજન્સી દરવાજો ખોલી નાખ્યો હતો. આ ઘટના મુદ્દે કોંગ્રેસ આક્રમક હતી. કર્ણાટક કોંગ્રેસે કહ્યું કે, તેજસ્વી સુર્યા તેનું ઉદાહરણ છે કે, નાદાન બાળકને છુટ આપવામાં આવે તો શું થશે? બાળકના વિમાનનો ઇમરજન્સી ગેટ ખોલવાનો પ્રયાસની મશ્કરી સામે આવી છે. યાત્રીઓના જીવન સાથે આ ક્રુર મજાક છે.
ADVERTISEMENT
કોંગ્રેસે આ મુદ્દે મોરચો ખોલ્યો
કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ ડી.કે શિવકુમારે પણ તેજસ્વી સુર્યા પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું કે, સુરક્ષીત ઉડ્યન કર્યા અને ઉતરવા માટે હંમેશા કોંગ્રેસની સાથે ઉડો. કોંગ્રેસના પ્રભારી મહાસચિવ રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યું કે, ભાજપના VIP નો બગડેલો બાળક! વિમાન કંપનીની ફરિયાદ પણ કઇ રીતે કરી શકે? શું તે ભાજપના સત્તાશીન અભિજાત વર્ગની પરિપાટી છે? શું તેના કારણે યાત્રીઓની સુરક્ષા સાથે રમત થઇ? ભાજપ દ્વારા અધિકૃત વીઆઇપીને પ્રશ્ન પુછી શકાય છે!
શું છે સમગ્ર વિવાદ?
આ મામલો ગત્ત મહિને 10 ડિસેમ્બર 2022 નો છે. ઇન્ડિગોની ફ્લાઇટ ચેન્નાઇથી તિરુચિરાપલ્લી જઇ રહી હતી. ડીજીસીએએ પોતાનાં નિવેદનમાં કહ્યું હતું કે, એક યાત્રીએ ઇન્ડિગોની ફ્લાઇટ 6E-7339 માં ઇમરજન્સી ડોર ખોલીને ખોફ પેદા કર્યો હતો. DGCA દ્વારા આ મામલે તપાસના આદેશ આપી દેવાયા છે. જો કે ત્યાર બાદ આ સમગ્ર મુદ્દો વિવાદિત બન્યો હતો. જ્યારે ખબર પડી કે, ભાજપ સાંસદ તેજસ્વી સુર્યાએ કથિત રીતે ઇમરજન્સી ગેટ ખોલી દીધો હતો. ત્યાર બાદ વિપક્ષે ભાજપ વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો. હવે જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ નિવેદન આપ્યું છે.
ADVERTISEMENT