‘ISKCON સૌથી મોટું દગાબાજ, કસાયોને ગાયો વેચે છે’, BJP MP મેનકા ગાંધીના નિવેદનથી હોબાળો

Maneka Gandhi: ભારતીય જનતા પાર્ટી (BJP) સાંસદ મેનકા ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા ચેતના…

gujarattak
follow google news

Maneka Gandhi: ભારતીય જનતા પાર્ટી (BJP) સાંસદ મેનકા ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા ચેતના (ISKCON) પર કસાઈઓને ગાય વેચવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ઈસ્કોનને દેશની સૌથી મોટી છેતરપિંડી કરનાર સંગઠન ગણાવતા મેનકાએ તેમના પર ગૌશાળામાંથી કસાઈઓને ગાયો વેચવાના ગંભીર આરોપો લગાવ્યા છે.

વધુને વધુ વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે, ઈસ્કોન ગાયના આશ્રયસ્થાનોની સ્થાપના કરે છે અને તેના માટે સરકાર પાસેથી જમીનનો મોટો ટુકડો લે છે અને અમર્યાદિત નફો પણ કમાય છે. સંગઠન પર નિશાન સાધતા મેનકા ગાંધીએ કહ્યું, ‘મેં તાજેતરમાં તેમની (ઇસ્કોન) અનંતપુર ગૌશાળા (આંધ્રપ્રદેશમાં)ની મુલાકાત લીધી હતી. એક પણ ગાય સારી હાલતમાં ન હતી. ગૌશાળામાં કોઈ વાછરડા નહોતા એટલે કે બધા વેચાઈ ગયા.

મેનકા ગાંધીએ વધુમાં કહ્યું કે, ઈસ્કોન તેની તમામ ગાયો કસાઈઓને વેચી રહી છે. તેમના કરતાં આ પ્રકારનું કામ બીજું કોઈ કરતું નથી. આ એ જ લોકો છે જેઓ ‘હરે રામ હરે કૃષ્ણ’ ના નારા લગાવતા શેરીઓમાં ફરે છે અને કહે છે કે તેમનું આખું જીવન દૂધ પર નિર્ભર છે.

ISKCONએ આરોપ ફગાવ્યા

જોકે, ઈસ્કોને મેનકા ગાંધીના આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે. સંગઠન તરફથી કહેવામાં આવ્યું છે કે, તેઓ પૂર્વ કેન્દ્રીય મંત્રીના નિવેદનથી આશ્ચર્યચકિત છે. ઇસ્કોનના રાષ્ટ્રીય પ્રવક્તા યુધિષ્ઠિર ગોવિંદા દાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઇસ્કોને વિશ્વના ઘણા ભાગોમાં ગાય સંરક્ષણમાં આગેવાની લીધી છે. ખાસ કરીને એવા વિસ્તારોમાં, જ્યાં ગૌમાંસ એ લોકોનો મુખ્ય આહાર છે.

‘ઘાયલ ગાયોની સેવા કરે છે’

ઇસ્કોનના યુધિષ્ઠિર ગોવિંદા દાસે વધુમાં જણાવ્યું હતું કે, ‘હાલમાં ઇસ્કોનના ગૌશાળામાં રહેલી મોટાભાગની ગાયોને ત્યજી દેવાયેલી અથવા ઇજાગ્રસ્ત થયા બાદ લાવવામાં આવી છે. કેટલાક એવા છે જેમને હત્યામાંથી બચાવ્યા બાદ અમારી પાસે લાવવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે ઈસ્કોન, જેને હરે કૃષ્ણ આંદોલન તરીકે પણ ઓળખવામાં આવે છે. સમાજમાં આધ્યાત્મિક જ્ઞાન અને શ્રી કૃષ્ણનો વ્યાપકપણે ફેલાવો કરે છે.

    follow whatsapp