BJP's Harsh Vardhan quits politics: 2024ની સામાન્ય ચૂંટણીઓ માટે ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવતા, પાર્ટીમાં રાજકારણથી દૂર રહેવાની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. ગઈકાલે ભાજપના બે મોટા નેતાઓએ યાદી જાહેર થયા પહેલા રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી એવામાં યાદી જાહેર થયા બાદ આજે ભાજપના વધુ એક દિગ્ગ્જ નેતાએ રાજકીય સફરની સમાપ્તિની ઘોષણા કરી છે.
ADVERTISEMENT
ડૉ. હર્ષ વર્ધનને સંન્યાસની કરી જાહેરાત
પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના દિગ્ગ્જ નેતા ડૉ. હર્ષ વર્ધનને આજે રાજનીતિમાંથી ફરજ મુક્ત કરવાની વિનંતી કરી છે. તેમણે X પર પોસ્ટ કરતા લખ્યું કે, ત્રીસ વર્ષથી વધુની રાજનીતિની સક્રિય કારકિર્દીમાં, મેં પાંચેય વિધાનસભા અને બે સંસદીય ચૂંટણીઓ લડી હતી, જે મેં મોટા માર્જિનથી જીતી હતી, અને પાર્ટી સંગઠન અને રાજ્ય અને કેન્દ્ર સરકારોમાં ઘણા પ્રતિષ્ઠિત હોદ્દા પર કામ કાર્ય બાદ હવે મારે મારા મૂળમાં પાછા ફરવાની પરવાનગી જોઈએ છે.
આ સિવાય તેમણે લખ્યું કે, આજથી 50 વર્ષ અગાઉ હું કાનપુરની જીએસવીએમ મેડિકલ કોલેજમાં જોડાયો ત્યારે લોકોની સેવા કરવી એ જ મારો ધ્યેય હતો. હું ગરીબો અને જરૂરિયાતમંદોની સેવા કરવા માટે આ પ્રોફેશનમાં આવ્યો હતો. અંદરખાનેથી હું એક સ્વયંસેવક હતો અને દીનદયાળ ઉપાધ્યાયની નીતિમાં માનતો હતો. આરએસએસના આગ્રહના કારણે હું રાજકારણમાં આવ્યો. ગરીબી, બીમારી અને અજ્ઞાન - આ ત્રણ દુશ્મનોનો સામનો કરવા માટે હું રાજકારણમાં આવ્યો હતો. હું દિલ્હીનો આરોગ્ય મંત્રી રહ્યો હતો અને બે વખત કેન્દ્રિય આરોગ્યમંત્રી પણ બન્યો હતો. આ દરમિયાન મને પોલિયો મુક્ત ભારત અભિયાનમાં જોડાવાની તક મળી હતી. કોવિડની બે લહેરો દરમિયાન મને દેશવાસીઓની સેવા કરવાની તક મળી તે માટે હું આભારી છો.
ADVERTISEMENT