કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આપવામાં આવેલા ‘પનોતી’ નિવેદનની ચારેબાજુ ટીકા થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ હવે આ મામલે ચૂંટણી પંચ (Election Commission)નો સંપર્ક કર્યો છે. ન્યૂઝ એજન્સી PTI અનુસાર, ‘ભાજપે ચૂંટણી પંચ પાસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે.’
ADVERTISEMENT
શું કહ્યું હતું રાહુલ ગાંધીએ?
રાજસ્થાનમાં એક ચૂંટણી રેલીને સંબોધતા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘PMનો મતલબ પનોતી મોદી’ છે. વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની સામે ભારતની હારનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ આ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ફાઈનલ મેચમાં હાર બાદ સોશિયલ મીડિયા પર ‘પનોતી’ શબ્દ ટ્રેન્ડ કરી રહ્યો છે. આપને જણાવી દઈએ કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગત રવિવારે રમાયેલી વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા.
ધ્યાન ભટકાવે છે પીએમ મોદીઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે પીએમ મોદી લોકોનું ધ્યાન ભટકાવે છે, જ્યારે ઉદ્યોગપતિ અદાણી પોતાના ખિસ્સા ભરે છે. તેમણે કહ્યું કે મોદી ‘ટીવી પર આવે છે અને ‘હિન્દુ-મુસ્લિમ’ કહે છે અને ક્યારેક-ક્યારેક ક્રિકેટ મેચ જોવા ચાલ્યા જાય છે. એ અલગ વાત છે કે હરાવી દીધા… પનોતી.’ કોંગ્રેસ નેતાએ કહ્યું કે, ‘પીએમ એટલે પનોતી મોદી.’
ભાજપે કરી માફીની માંગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ આવા શબ્દોના ઉપયોગ બદલ ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે સવાલ ઉઠાવ્યા છે. સાથે જ તેમણે રાહુલ ગાંધીને પીએમ મોદીની માફી માંગવા કહ્યું છે. રવિશંકર પ્રસાદે કહ્યું કે, ‘રાહુલ ગાંધી તમને શું થયું છે? તમે દેશના વડાપ્રધાન માટે આવા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છો. આપણા વડાપ્રધાને ખેલાડીઓ સાથે મુલાકાત કરી અને તેમને પ્રેરિત કર્યા. જીતવું કે હારવું એ રમતનો એક ભાગ છે. રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈએ.’
FIR નોંધવાની માંગ
બીજી તરફ સુપ્રીમ કોર્ટના વકીલ વિનીત જિંદાલે દિલ્હી પોલીસ કમિશનરને મોકલેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધીએ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વર્લ્ડ કપમાં ભારતની હાર માટે પીએમ મોદીને જવાબદાર ઠેરવતા ‘પનોતી’ જેવા વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. પોલીસને આપેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે રાજકીય લાભ માટે પીએમ જેવા બંધારણીય પદની મજાક ઉડાવવી વાંધાજનક છે. આ નિવેદન પીએમ મોદી વિરુદ્ધ લોકોને ભડકાવનારું અને અશાંતિ ફેલાવનારું છે. આવી સ્થિતિમાં રાહુલ ગાંધી વિરુદ્ધ IPCની કલમ 121, 153A, 500, 505, 34 હેઠળ FIR નોંધવી જોઈએ.
ADVERTISEMENT