VIDEO : ભાજપના ધારાસભ્યએ પોલીસકર્મીને લાફો મારી દીધો, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

BJP MLA slaps police : મહારાષ્ટ્રમાં ભાજપના ધારાસભ્ય સુનીલ કાંબલેનો એક વીડિયો હાલ સોસહોયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે એક પોલીસકર્મીને…

gujarattak
follow google news

BJP MLA slaps police : મહારાષ્ટ્રમાં ભાજપના ધારાસભ્ય સુનીલ કાંબલેનો એક વીડિયો હાલ સોસહોયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે એક પોલીસકર્મીને થપ્પડ મારતા જોવા મળી રહ્યા છે.

ભાજપના ધારાસભ્યે પીતો ગુમાવ્યો

પુણેની એક હોસ્પિટલના કાર્યક્રમ દરમિયાન સુનીલ કાંબલે હાજરી આપવા માટે આવ્યા હતા. આ ઘટના તે જ સમયે બની હતી. ઘટના સમયે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવાર કાર્યક્રમમાં સ્ટેજ પર હાજર હતા. કાર્યક્રમ બાદ જ્યારે સુનિલ કાંબેલ સ્ટેજ છોડીને જઈ રહ્યા હતા તે દરમિયાન તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું અને ત્યાં ઉભેલા એક પોલીસકર્મીને તેમણે થપ્પડ મારી દીધી હતી. ધારાસભ્યોનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, NCP અજિત જૂથના પ્રદેશ અધ્યક્ષ સુનીલ તટકરે પણ હાજર હતા. સ્ટેજ પરથી નીચે ઉતરતી વખતે તેણે પોલીસકર્મીને થપ્પડ મારી હતી.

વાયરલ વીડિયો જોઈને કોંગ્રેસ શિવસેના યુબીટીએ ભાજપને ઘેરી લીધું અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ આરોપ લગાવ્યો કે પક્ષ પર સતાનો ઘમંડ છવાય ગયો છે. ઉપરાંત તેમણે ભાજપ પર પણ કેટલાક પ્રશ્નો કર્યા હતા. આ સિવાય ગૃહમંત્રીએ આ મામલે હસ્તક્ષેપ કરીને ધારાસભ્ય સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી હતી.

અગાઉ પણ આવો વીડિયો વાયરલ થયો હતો

અગાઉ પણ એક આવી ઘટના સામે આવી હતી જેમાં મહારાષ્ટ્ર સરકારના મંત્રી અબ્દુલ સત્તારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો હતો. જેમાં તેઓ પોલીસને આદેશ આપી રહ્યા છે કે હાડકાં તૂટી ન જાય ત્યાં સુધી લોકોને કૂતરાની જેમ મારો. આ પ્રકારના નિવેદનોથી સત્તા પક્ષ પર કેટલાક સવાલો ઊભા થઈ રહ્યા છે.

    follow whatsapp