જામનગર શહેર હાલ ખાડાનગર બની ગયું છે... જુદા જુદા કોન્ટ્રાક્ટરો દ્વારા અલગ અલગ કામના સંદર્ભમાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને પ્રજાજનો પરેશાન થઈ રહ્યા છે... ત્યારે આજે જામનગર શહેરના અધિકારી-પદાધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મહાનગરપાલિકાની કચેરીમાં બેઠક યોજાઇ હતી, અને લોકોને હાલાકી ના પડે, તે રીતે તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવા કોન્ટ્રાક્ટરોને જરૂરી સૂચના આપવામાં આવી હતી....