બેંગલુરુ: કર્ણાટકમાં 10 મેના રોજ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. સત્તામાં આવવા માટે તમામ પક્ષો પોતપોતાના પ્રયાસો કરી રહ્યા છે. દરમિયાન નેતાઓના વિવાદિત નિવેદનો પણ શરૂ થઈ ગયા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું અને તેમને ઝેરી સાપ ગણાવ્યા હતા. હવે, ખડગે સામે બદલો લેતા, ભાજપના ધારાસભ્ય અપશબ્દોમાં એક ડગલું આગળ વધી ગયા છે. ભાજપના ધારાસભ્યએ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને ‘વિષકન્યા’ કહ્યા છે.
ADVERTISEMENT
સોનિયા ગાંધીને BJP ધારાસભ્યએ કહ્યા વિષકન્યા
ભાજપ ધારાસભ્ય બસનાગૌડાએ કોપ્પલમાં જાહેર સભા દરમિયાન સોનિયા ગાંધીને ‘વિષકન્યા’ કહ્યા હતા. બસનાગૌડાએ કહ્યું, “આખી દુનિયાએ મોદીનો સ્વીકાર કર્યો. અમેરિકાએ એકવાર તેમને વિઝા આપવાનો ઇનકાર કર્યો હતો, બાદમાં તેમણે રેડ કાર્પેટ પાથરીને મોદીનું સ્વાગત કર્યું હતું.
મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર વળતો પ્રહાર કરતા બસનાગૌડાએ કહ્યું, “હવે તે (ખડગે) તેમની (PM મોદી)ની તુલના કોબ્રા સાપ સાથે કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેઓ ઝેર ઓકી રહ્યા છે.” પરંતુ જે પાર્ટીમાં તમે (ખડગે) નાચી રહ્યા છો તે પાર્ટીમાં શું સોનિયા ગાંધી વિશ કન્યા છે? સોનિયાએ ચીન અને પાકિસ્તાન સાથે તેમના એજન્ટ તરીકે કામ કર્યું હતું.
ખડગેએ PMને કહ્યા હતા ઝેરી સાપ
આ પહેલા ગુરુવારે એક જનસભા દરમિયાન ખડગેએ કહ્યું હતું કે, મોદી એક ઝેરીલા સાપ જેવા છે. તમે તેને ઝેર માનો કે ન માનો, પણ તેને ચાખશો તો મરી જશો. તમે વિચારતા હશો કે શું આ ખરેખર ઝેર છે? મોદીએક સારા વ્યક્તિ છે તેમણે જે આપ્યું છે, તેને અમે જોઇશું. જો કે તમે જે પ્રકારે તેને ચાટશો તો સંપુર્ણ રીતે સુઇ જશો.
મલ્લિકાર્જુન ખડગેના આ નિવેદનની ટીકા કરતા ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. બીજી તરફ વધી રહેલા વિવાદને જોઈને ખડગેએ પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, ભાજપની વિચારધારા વિભાજનકારી, પ્રતિકૂળ, ગરીબો અને દલિતો પ્રત્યે નફરત અને પૂર્વગ્રહથી ભરેલી છે. મેં આ નફરત અને દ્વેષના રાજકારણની ચર્ચા કરી. મેં તેમના (પીએમ મોદી) વિશે આવું કહ્યું નથી. હું અંગત નિવેદનો કરતો નથી. મારો કહેવાનો અર્થ એ છે કે તેમની વિચારધારા સાપ જેવી છે, જો તમે ચાટવાની કોશિશ કરશો તો મૃત્યુ નિશ્ચિત છે.
ADVERTISEMENT