મુંબઇ : શાહનાવાઝ હુસૈનને હાર્ટ એટેક આવ્યો છે. તેને મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમનું બીપી હાઇ થઇ ગયું હતું, જેથી તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની તપાસ કરવામાં આવી હતી અને ત્યાર બાદ એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
એન્જિયોગ્રાફી બાદ બ્લોકેજ લાગતા તત્કાલ સ્ટેન્ટ લગાવાયું
એન્જિયોગ્રાફીની તુરંત બાદ બ્લોકેજ હોવાનું સામે આવ્યું હતું. જેથી તેમને તત્કાલ એક સ્ટેન્ટ લગાવવામાં આવ્યો હતો. આજે તેઓ આઇસીયુમાં દાખલ છે અને તેમની સ્થિતિ સ્થિર છે. હાલ તેઓને વોર્ડમાં પણ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે. હોસ્પિટલે માહિતી આપી છે કે, શાહનવાઝ હુસૈનને હૃદય રોગનો હુમલો આવવાને કારણે તેમને દાખલ કરવામાં આવ્યા હતા. તેમની એન્જિયો પ્લાસ્ટી થઇ ચુકી છે.
મુંબઇમાં હતા શાહનવાઝ
અત્રે ઉલ્લેખનીય છે કે, શાહનવાઝ મુંબઇમાં હતા. તેઓ બાંદ્રામાં ધારાસભ્ય અને ભાજપના મુંબઇ અધ્યક્ષ આશીષ શેલારના ઘરે હતા. ત્યાં જ તેમને હાર્ટ એટેક આવવાને કારણ તેમને તત્કાલ લિવાતી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આશીષ શેલાર તેમને લીલાવતી હોસ્પિટ લઇ ગયા હતા. હાલ તેમની તબીયત સ્થિર છે. હુસૈન અંગે માહિતી મળતા જ તેમનો પરિવાર મુંબઇ આવવા માટે રવાના થઇ ચુક્યો છે. જ્યારે ભાજપ કાર્યકર્તાઓ અને નેતાઓ પણ મોટી સંખ્યામાં મુંબઇ પહોંચ્યા છે.
ADVERTISEMENT