Lok Sabha Election 2024: ‘તભી તો સબ મોદી કો ચૂનતે હૈ…’,લોકસભા ચૂંટણી માટે ભાજપનો શંખનાદ, લોન્ચ કર્યું નવું ગીત

લોકસભા ચૂંટણી માટે ભાજપે લોન્ચ કર્યું નવું ગીત આ નવી ઝુંબેશની થીમ ‘મોદી કી ગેરંટી’ અને રાષ્ટ્રીય ઉત્સાહના નિર્માણ માટે અભિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર…

Lok Sabha Election 2024

Lok Sabha Election 2024

follow google news
  • લોકસભા ચૂંટણી માટે ભાજપે લોન્ચ કર્યું નવું ગીત
  • આ નવી ઝુંબેશની થીમ ‘મોદી કી ગેરંટી’ અને રાષ્ટ્રીય ઉત્સાહના નિર્માણ માટે
  • અભિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

BJP launched their campaign for Lok Sabha Election: આગામી લોકસભા ચૂંટણી એપ્રિલ-મે મહિનામાં યોજાય શકે છે. જેને લઈ તમામ પક્ષો દ્વારા જીત માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એક તરફ કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા ચાલી રહી છે તો બીજી તરફ ભાજપે પણ ચૂંટણી અભિયાનનો શંખનાદ કરી દીધો છે. આજે મતદાતા દિવસ પર પીએમ મોદીએ દેશને સંબોધન કર્યું હતું. આ દરમિયાન ભાજપે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં 2024 ની લોકસભાની ચૂંટણી માટે તેમના ચૂંટણી અભિયાનની ઔપચારિક શરૂઆત કરી હતી જેમાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ ચૂંટણી પ્રચાર માટે એક નવું ગીતનું લોન્ચ કર્યું હતું.

અભિયાનની થીમ ખૂબ જ આકર્ષક

‘અબ કી બાર મોદી સરકાર, અબકી બાર તીન સો પાર’ જેવા નારા આપેલી ભાજપ સરકારે 2024ની લોકસભા ચૂંટણીમાં સતત ત્રીજીવાર અને શાનદાર જીત હાંસલ કરવા માટે સંપૂર્ણ હોમવર્ક કર્યા પછી એક નવું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનની થીમ ખૂબ જ આકર્ષક છે. પાર્ટીએ તેની ટેગલાઇન રાખી છે – ‘તભી તો સબ મોદી કો ચૂનતે હૈ…’. આ અભિયાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ભારતીય જનતા પાર્ટી (BJP) એ આજે ​​એટલે કે ગુરુવારે લોકસભા ચૂંટણી માટે પ્રચાર થીમ શરૂ કરી છે. લગભગ 2 મિનિટ 12 સેકન્ડના આ વીડિયોમાં પીએમ મોદીની સરકારની મોટી ઉપલબ્ધિઓને ઉજાગર કરતી વખતે નવા ભારતના નવા સપનાઓ વણી લેવામાં આવ્યા છે.

ચૂંટણીના પ્રચાર માટે ભાજપનું નવું સોંગ

આ સોંગનું નામ ‘Tabhi toh sab Modi ko chunte.. ‘ છે. પાર્ટીએ કહ્યું કે, આ નવી ઝુંબેશની થીમ ‘મોદી કી ગેરંટી’ અને રાષ્ટ્રીય ઉત્સાહના નિર્માણને પણ પૂરક બનાવે છે. પ્રથમ વખત મતદાતા સંમેલન ખાતે કરવામાં આવેલ ઝુંબેશના પ્રક્ષેપણ દરમિયાન, એક મ્યુઝિક વિડિયો રજૂ કરવામાં આવ્યો હતો જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે કેવી રીતે વડાપ્રધાન મોદીએ કરોડો ભારતીયોના સપના અને આકાંક્ષાઓને વાસ્તવિકતામાં પરિવર્તિત કરી છે.

    follow whatsapp