BJP Election Slogan: લોકસભા ચૂંટણીના પગલે અત્યારથી જ ભાજપ દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ભાજપ હંમેશઆ પોતાના ક્રિએટીવ સ્લોગન દ્વારા લોકોનાં મનમાં છાપ છોડતું હોય છે. પછી તે અબકી બાર મોદી સરકાર હોય કે ભાજપનું અગ્રેસિવ કેમ્પેઇનિંગ ચાય પે ચર્ચા હોય કે પછી અબ કી બાર મોદી સરકાર હોય. પોતાના સ્લોગન દ્વારા તે સીધુ જ લોકોનાં મન મસ્તિષ્કમાં ઉતરી જાય છે.
ADVERTISEMENT
BJP New Election Slogan: ભાજપ દ્વારા આ વખતે પોતાનું સ્લોગન ‘અબકી બાર 400 પાર, તીસરી બાર મોદી સરકાર’ અબ કી બાર 400 પાર, તીસરી બાર મોદી સરકાર સ્લોગન રખાયું છે. ટુંક જ સમયમાં તેની અધિકારીક જાહેરાત થઇ શકે છે. જો કે સુત્રો અનુસાર હાલ “સપને નહી હકીકત બુનતે હૈ, ઇસી લીયે સબ મોદી કો ચુનતે હૈ (सपने नहीं हकीकत बुनते हैं, इसलिए तो सब मोदी को चुनते हैं)” ના નારા વચ્ચે નેતાઓમાં મતમતાંતર છે.
ભાજપ દ્વારા લોકસભાની તૈયારીઓ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. પીએમ મોદીથી માંડીને ભાજપ હાઇકમાન્ડનાં તમામ ઉચ્ચ નેતાઓ પોતાને સોંપાયેલી જવાબદારી અનુસાર સતત પોતાના વિસ્તાર અને વિસ્તારના કાર્યકર્તાઓ સાથે સતત સંપર્કમાં છે. અન્ય પક્ષો હજી તૈયારીઓ કરવા અંગે વિચારી રહ્યા છે ત્યારે ભાજપ પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી ચુક્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપના વરિષ્ઠ નેતાઓની આજે બેઠક આયોજીત થઇ હતી. જેમાં પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા રાજનાથ સિંહ, પાર્ટી મહાસચિવ સુનિલ બંસલ, કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવ, અશ્વિની વૈષ્ણવ, મનસુખ માંડવીયા સહિત અનેક ભાજપના નેતાઓ બેઠકમાં હાજર રહ્યા હતા. ભાજપ જીતની હેટ્રીક મારવા માટે તૈયારી કરી રહ્યું છે. જ્યારે બીજી તરફ INDIA ગઠબંધન હેઠળ તમામ વિપક્ષ મોદી સરકારને સરમુખત્યાર સરકાર ગણાવીને તેને તોડી પાડવાના ઇરાદા સાથે ચૂંટણી મેદાને ઉતરશે.
ADVERTISEMENT