ભાર્ગવી જોશી.જુનાગઢઃ જુનાગઢ શહેરના વચ્ચેથી 7 રેલવે ક્રોસિંગ પસાર થાય છે અને તેની સામે ટ્રેન માત્ર બે જ છે. લોકો આ રેલવે ક્રોસિંગથી એટલા પરેશાન છે કે લોકોની પરેશાનીને ભાંખી ગયેલી ભાજપે વિધાનસભા ચૂંટણી દરમિયાન આ રેલવે ક્રોસિંગ મુક્ત શહેર બનાવવાના વાયદા કરી નાખ્યા હતા. હરખમાં ભોળી જુનાગઢની જનતાએ ખોબલેને ખોબલે મત પણ આપ્યા, પણ ચૂંટણી દરમિયાન કરવામાં આવેલા વાયદા ભાજપને યાદ પણ રહે છે કે કેમ? હવે તો સવાલ એ પણ થાય છે કે શું જુનાગઢ ક્યારેય રેલ ક્રોસિંગ મુક્ત નહીં થાય? કારણ કે હવે તો રેલ વિભાગ અહીં બ્રોડગેજ બનાવી રહ્યું છે.
ADVERTISEMENT
7 ફાટક પણ ચાલે માત્ર 2 જ ટ્રેન..
જુનાગઢ શહેર 8 ફાટકોથી બે ભાગમાં વહેચાય છે અને સમસ્યાઓની ભરમાર સર્જે છે. હોસ્પિટલ જતી એમ્બ્યુલન્સ હોય કે વ્યાપારીઓ હોય, સ્કૂલના બાળકો હોય કે આમ જનતા સૌ કોઈ આ ફાટકોથી પરેશાન છે. જાગૃત નાગરિક અમૃત દેસાઈ કહે છે કે, જૂનાગઢ દેલવાડા ટ્રેન કે જે મીટર ગેજ ટ્રેન ચાલે છે. જે ટ્રેન જૂનાગઢના 7 ફાટકોને ક્રોસ કરે છે. આ ટ્રેનને હવે બ્રોડગેજમાં ફેરવવાની કામગીરીને મંજૂરી મળી છે અને ટૂંક સમયમાં કામ શરૂ થનાર છે. ત્યારે જૂનાગઢ વ્યાપારી એસોસિયેશન અને જાગૃત જનતાની માંગ છે કે, શાપુર પ્લાસવા ટ્રેક બનાવવામાં આવે તો જૂનાગઢના 7 ફાટકો દૂર થઈ શકે અને જૂનાગઢની ટ્રાફિક સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાય તેમ છે. આ અંગે સાસંદ સભ્ય, ધારાસભ્ય સૌ કોઈને રજૂઆત કરી છે પરંતુ કોઈ ગંભીરતાથી આ મુદ્દો ઉઠાવી નથી રહ્યું.
જુનાગઢમાંથી પસાર થતી ટ્રેન જો શાપુર પ્લસવા ટ્રેક બનાવી શરૂ કરવામાં આવે તો વ્યાપાર જગતને પણ મોટો ફાયદો છે. 12 કિમીની જમીન સંપાદન કરી રેલવે વિભાગ આ સમસ્યા હલ કરી શકે તેમ છે. 27 કિમી ટ્રેક બનાવે એના કરતા 13 કિમી માં ટ્રેક બનાવેવતો ખર્ચ પણ ઘટી શકે તેમ છે.
કેન્દ્રમાં મોટી ઉથલ પાથલની તૈયારી? કિરેન રિજિજુ બાદ વધારે એક કેન્દ્રીય નેતાની હકાલપટ્ટી
ઓવરબ્રિજ અને અંડરબ્રીજના સ્વપ્ન નિરર્થક
જૂનાગઢમાં વરસોથી ફાટક સમસ્યા દૂર કરવા પ્રજાની માંગણીઓને ઓવર બ્રિજ અને અંડર બ્રીજના સપનાઓ બતાવતા નેતાઓ દર વખતે ચૂંટણી આવતા પ્રજાને સોનેરી ખ્વાબ બતાવે છે. છેલ્લા 30 વરસથી એક ઓવર બ્રિજ ન બનાવી શકનાર કોર્પોરેશન સાત ફાટક દૂર કરવા ઓવર અને અંડર બ્રિજ બનાવવાની માત્ર વાતો કરી રહી છે. ગ્રાન્ટ લઇ આવ્યાની તસવીરો પ્રગટ કરતા નેતાઓ ઓવરબ્રિજ માત્ર કાગળો પર જ દર્શાવી શકે તેમ છે, વાસ્તવમાં જૂનાગઢમાં ઓવર બ્રિજ કે અંડર બ્રિજ બની શકે તેટલા રસ્તાઓની પહોળાઈ જ નથી.
ચૂંટણી પહેલા ફાટક મુક્ત જૂનાગઢનો વાયદો ભૂલ્યા આ ધારાસભ્ય
ગત ડિસેમ્બરમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્ય સંજય કોરડિયાએ કહ્યું હતું કે, હું ફાટક મુક્ત જૂનાગઢ બનાવી દઈશ અને મોટા મોટા બેનરો પણ માર્યા હતા. ભોળી પ્રજાએ વિશ્વાસ રાખીને ખોબલે ખોબલે મત આપ્યા, ધારાસભ્ય બન્યા અને વાયદો ભૂલી ગયા હોવાની ફરિયાદ આમ જનતા કરી રહી છે. શું નેતાઓ આ જ રીતે જનતાને છેતરતા રહેશે અને જનતાએ બસ મુંગા મોંઢે બધું જ ચલાવે જવાનું?
ધનકુબેરોની ટોપ-10 યાદીમાંથી અંબાણી-અદાણી આઉટ, જુઓ અપડેટેડ લિસ્ટ
આ અંગે અમૃત દેસાઈ રેલ વિભાગને ટ્વીટર અને મેઈલ કરી અનેક વખત રજૂઆતો કરી છે. હવે તો પ્રજા પણ આકરા મૂડમાં છે. જો મીટર ગેજ બ્રોડગેજમાં રૂપાંતર થઈ તો જૂનાગઢવાસીઓ માટે સમસ્યા હલ થવાને બદલે વધુ વિકટ બનશે. કારણ કે ટ્રેનની અવરજવર વધશે તો દિવસમાં ચાર વખત ફાટક બંધ થાય છે એ આઠ વખત થશે પ્રજા વધુ પરેશાન થશે.
ADVERTISEMENT