MP: ભાજપના કોર્પોરેટરે નગર નિગમ સામે મોરચો ખોલ્યો, સફાઈ માટે પોતે ગટરમાં કૂદી પડ્યા

MP Gwalior BJP Corporator: મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં સતત ખુલ્લી ગટર ચેમ્બર અને ઉભરાતા ગંદા પાણીથી લોકો ખૂબ જ પરેશાન છે. આવી સ્થિતિમાં ભાજપના કાઉન્સિલરે ગ્વાલિયર મ્યુનિસિપલ કોર્પોરેશન સામે મોરચો ખોલ્યો છે.

MP Gwalior News

MP Gwalior News

follow google news

MP Gwalior BJP Corporator: મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં સતત ખુલ્લી ગટર ચેમ્બર અને ઉભરાતા ગંદા પાણીથી લોકો ખૂબ જ પરેશાન છે. આવી સ્થિતિમાં ભાજપના કાઉન્સિલરે ગ્વાલિયર મ્યુનિસિપલ કોર્પોરેશન સામે મોરચો ખોલ્યો છે. ગટરની સમસ્યાના કારણે વોર્ડ નંબર 15ના કાઉન્સિલર દેવેન્દ્ર રાઠોડે જાતે ગટરની ચેમ્બરમાં ઉતરીને સફાઈ કરી હતી. ભાજપના કાઉન્સિલર ચેમ્બરમાં ઉતર્યા હતા અને પછી સફાઈ કરી હતી. તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: 'જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો...', ક્ષત્રિયોએ માં આશાપુરાના ખાધા સોગંદ; વધશે ભાજપની મુશ્કેલી?

ગટર ઉભરાવાની સમસ્યાથી પરેશાન હતા સ્થાનિકો

ભાજપના કાઉન્સિલર દેવેન્દ્રસિંહ રાઠોડનું કહેવું છે કે, મહાનગરપાલિકાના અધિકારીઓને સતત ફરિયાદ કરવા છતાં કોઈ સમસ્યાનું નિરાકરણ આવતું નથી. ગટરની સમસ્યાથી સામાન્ય લોકો પરેશાન છે. મુખ્યમંત્રી હેલ્પલાઈનમાં પણ ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ તેમાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. રોજેરોજ વોર્ડના લોકો મહાનગરપાલિકાના ચક્કર લગાવી રહ્યા છે, પરંતુ કોઈ સુનાવણી થઈ રહી નથી. જેથી આજે પોતે ગટર સાફ કરવા નીચે ઉતરવું પડ્યું હતું. તેમનો આરોપ છે કે તેમણે કોન્ટ્રાક્ટરને ઘણી વખત કહ્યું છે, પરંતુ કોઈ સુનાવણી નથી થઈ રહી અને લોકો ખૂબ પરેશાન છે. પોતાના વોર્ડના લોકોની જવાબદારી લેવા માટે તેણે આ પગલું ભરવું પડ્યું.

આ પણ વાંચો: છોટા ઉદેપુરમાં ટુ-વ્હીલર શો રૂમમાં ભયાનક આગ લાગી, અનેક નવી નક્કોર બાઈક ખાખ થઈ ગઈ

લોકોમાં ઘરમાં ગરટના પાણી ઊભરાતા હતા

કાઉન્સિલર દેવેન્દ્રસિંહ રાઠોડે ચેમ્બરમાં પ્રવેશ કરી ગટરનું પાણી સાફ કર્યું હતું. વોર્ડના તમામ લોકોએ કાઉન્સિલરને સાથ આપ્યો અને તેમની સાથે ગટરની સફાઈ કરાવી. સામાન્ય લોકોએ જણાવ્યું કે, તેઓ છેલ્લા ઘણા મહિનાઓથી ગટરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગટર લાઇન જામ હોવાથી ગંદુ પાણી ઘરોમાં પહોંચી રહ્યું છે. જેના કારણે ઘરમાંથી બહાર સુધી દુર્ગંધ ફેલાઈ રહી છે અને રોગચાળો ફેલાવાની સંભાવના છે. જેના કારણે અનેક વખત મહાનગરપાલિકાને ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ કોઈ સુનાવણી થઈ રહી નથી. તમને જણાવી દઈએ કે, ગ્વાલિયરમાં મેયર અને કોર્પોરેશન કાઉન્સિલ કોંગ્રેસના છે.
 

    follow whatsapp