- ભાજપે મુખ્યમંત્રી બદલવાની શરૂઆત ગુજરાતથી કરી
- આનંદીબેન પટેલ પ્રયોગાત્મક રીતે પહેલીવાર બદલવામાં આવ્યા
- ગુજરાતમાં સફળતા બાદ આ મોડલને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યું
નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીએ એકવાર ફરીથી મુખ્યમંત્રી બદલી નાખ્યા છે. આ વખતે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરને હટાવી તેમના બદલે નાયબ સિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. જો કે ભાજપની આ પ્રથા ખુબ જ જુની છે. અસંતોષને ખાળવા માટે તે વારંવાર આવું કરે છે. ઉપરાંત કેટલીક વાર રાજનીતિક લાભ માટે પણ આવું કરે છે.
ADVERTISEMENT
ચૂંટણી પહેલા ભાજપ હરિયાણાના મુખ્યમંત્રીને બદલીને રાજકીય લાભ ખાટવા માટેનો ફુલપ્રુફ પ્લાન બનાવ્યો છે. પહેલા જ આ પ્રકારના પ્રયોગ કરવામાં આવ્યા છે અને હજી સુધી તેનો ફાયદો મળ્યો છે. જો વાત કરીએ તો મનોહરલાલ ખટ્ટર કુલ છઠ્ઠા મુખ્યમંત્રી છે જે આ પ્રકારના પ્રયોગ અંતર્ગત બદલવામાં આવ્યા હોય. અગાઉના પાંચ મુખ્યમંત્રીઓ કોણ છે.
ગુજરાતમાંથી થઇ આ પ્રયોગની શરૂઆત
આ પ્રયોગની શરૂઆત ગુજરાતથી થઇ હતી. ગુજરાત હંમેશા ભાજપ માટે એક પ્રયોગશાળા જ રહ્યું છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ 2014 માં આનંદીબેન પટેલ અહીંના મુખ્યમંત્રી તરીકેની ખુરશી સંભાળી હતી. જો કે 2 વર્ષ અને 77 દિવસ બાદ તેમને મુખ્યમંત્રી પદ પરથી હટાવી દેવામાં આવ્યા. તેમના સ્થાને વિજય રૂપાણીને જવાબદારી સોંપવામાં આવી. વિજય રૂપાણીના મુખ્યમંત્રી રહેવા દરમિયાન ગુજરાતે 14 મી વિધાનસભા ચૂંટણી તો જીતી, પરંતુ કાર્યકાળ તેઓ પણ પુર્ણ કરી શક્યા નહી. તેમની પછી મુખ્યમંત્રી બન્યા ભુપેન્દ્ર પટેલ.
ઉતરાખંડમાં પણ આ પ્રયોગ કરવામાં આવ્યો
આ પ્રયોગની શરૂઆત ઉતરાખંડથી થઇ અને આ પ્રયોગની પહેલા સીએમ બન્યા હતા મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત. રાવત માર્ચ 2017 માં સીએમ બન્યા હતા. જો કે કાર્યકાળ પુર્ણ કરતા પહેલા જ તેમણે પોતાની ખુરશી છોડવી પડી હતી. ત્યાર બાદ અહીં મુખ્યમંત્રી બનાવાયા તીરથસિંહ રાવત. જો કે તીરથ રાવત માત્ર 116 દિવસ જ મુખ્યમંત્રી રહ્યા અને ચૂંટણી પહેલા તેમને હટાવીને પુષ્કરસિંહ ધામીને ઉતરાખંડ સોંપવામાં આવ્યું.
કર્ણાટકમાં યેદિયુરપ્પા અને બોમ્મઇ
કર્ણાટરમાં વર્ષ 2018 માં બીએસ યેદિયુરપ્પા મુખ્યમંત્રી બન્યા પરંતુ 3 જ દિવસ બાદ તેમને પદ છોડવું પડ્યું. બદલતી પરિસ્થિતિ અને જેડીએસના એચડી કુમાર સ્વામી મુખ્યમંત્રી બન્યા. આશરે એક વર્ષ બાદ ફરી સત્તા ભાજપના હાથમાં આવી અને એકવાર ફરી યેદિયુરપ્પાએ ખુરશી સંભળી. જો કે તેઓ આ વખતે પણ લાંબો સમય ખુરશી સંભાળી ન શક્યા અને બસવરાજ બોમ્મઇને મુખ્યમંત્રી પદ સોંપી દેવું પડ્યું.
ADVERTISEMENT