નિયમ મુદ્દે નિયમોનું જ ઉલ્લંઘન કરી ભાજપ-આપના નેતાઓ ભાન ભુલ્યા

નવી દિલ્હી : દિલ્હીમાં મેયર પદની ચૂંટણી માટે શરૂ થયેલી નિગમની કાર્યવાહી હોબાળા બાદ સ્થગિત કરી દેવામાં આવી છે. સદનની કાર્યવાહી શરૂ થતાની સાથે જ…

gujarattak
follow google news

નવી દિલ્હી : દિલ્હીમાં મેયર પદની ચૂંટણી માટે શરૂ થયેલી નિગમની કાર્યવાહી હોબાળા બાદ સ્થગિત કરી દેવામાં આવી છે. સદનની કાર્યવાહી શરૂ થતાની સાથે જ ભાજપ અને આમ આદમી પાર્ટીના પાર્ષદોમાં ભારે મારામારી થઇ હતી. બીજી તરફ સદનમાં અનેક પાર્ષદો એક બીજા પર ખુરશીના પ્રહારો કરતા જોવા મળ્યાં. ત્યાર બાદ બંન્ને પાર્ટીઓ તરફથી આરોપ-પ્રત્યારોપનો દોર પણ જોવા મળ્યો.

આજે દિલ્હીના નવા મેયરની વરણી થવાની હતી
નગર નિગમની કાર્યવાહીમાં આજે દિલ્હીના મેયરની ચૂંટણી પણ થવાની હતી, જો કે તેની પહેલા પીઠાસીન અધિકારીની પસંદગી કરવામાં આવી અને ત્યાર બાદ પીઠાસીન અધિકારીએ સૌથી પહેલા પાર્ષદોને શપથગ્રહણ માટે બોલાવ્યા. જેના મુદ્દે આમ આદમી પાર્ટીના પાર્ષદોએ ભારે હોબાળો કરવાનું શરૂ કર્યું. પીઠાસીને ચૂંટાયેલા પાર્ષદોને બોલાવ્યા આપ નેતા મુકેશ ગોયલે ઉભા થઇને તેનો વિરોધ કરતા કહ્યું કે, એવું છેલ્લા 15 વર્ષથી થતું આવ્યું છે. હવે તેને બદલવું પડશે. ત્યાર બાદ આમ આદમી પાર્ટીના પાર્ષદોએ સદનમાં હોબાળો શરૂ કરી દીધો.

આપના પાર્ષદોના હોબાળા બાદ બંન્ને પક્ષો વચ્ચે છુટાહાથની મારામારી
આપના પાર્ષદોએ બેલમાં આવીને હોબાળો કરવાનું શરૂ કરી દીધું અને ત્યાર બાદ પીઠાસીન અધિકારીના ટેબલ સામે હોબાળો કરવા લાગ્યા હતા. દિલ્હીમાં મેયરની ચૂંટણીમાં હારજીત ખુબ જ પાતળા માર્જિનથી થઇ છે. જેના કારણે બંન્ને પાર્ટીઓ જોડતોડની રાજનીતિ કરી રહી છે. ચૂંટાયેલા ઉમેદવારોને શપથગ્રહમ કરાવવા મુદ્દે આપ દ્વારા આરોપ લગાવાયો કે, ભાજપ 10 પાર્ષદોને વોટિંગ અપાવવા માટેનું કાવત્રું રચી રહી છે.

ભાજપે મહિલા પાર્ષદ સાથે ગેરવર્તણુંકનો ગંભીર આક્ષેપ કર્યો
બીજી તરફ ભાજપનો આક્ષેપ હતો કે, અમારા મહિલા પાર્ષદ સાથે ગેરવર્તણુંક કરવામાં આવી. દારૂ પીને આવેલા પાર્ષદોએ ધારદાર વસ્તુઓ, કાચના ટુકડા દ્વારા તેમને ઇજા પહોંચાડી હતી. તેમના વાળ ખેંચી લીધા હતા. સાથે જ ભાજપના મહિલા પાર્ષદે આરોપ લગાવ્યો કે, તેમની સાથે ધક્કા મુક્કી કરવામાં આવી અને અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો. એમસીડીના ઇતિહાસમાં આનાથી ખરાબ દિવસ કોઇ નહી હોય.

  1. લ્યો બોલો.. અંજાર નજીક બોગસ શાળા ઝડપાઇ, શિક્ષણ વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

જો આપ પાસે બહુમતી છે તો ગભરાવાની જરૂર જ નથી
દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે, આપ પાર્ષદોની હતાશા-નિરાશા વ્યવહારમાં જોવા મળી રહી છે. આ લોકો ગુંડા છે જો ખુરશી મારશે તો અમારા પાર્ષદો પણ બચાવ કરશે. સદનમાં લોકતાંત્રિક નિયમોનું પાલન કરવું જોઇએ. તેમના સીએમ માર્ગ પર ઉભા રહીને લાફા મરાવડાવે છે, વિક્ટિમ કાર્ડ રમે છે. મેયર ચુંટણી મુદ્દે સચદેવાએ કહ્યું કે, તેમના પાર્ષદ વધારે છે તો ગભરાવાની જરૂર જ નથી. આમ આદમી પાર્ટીની બે ફાડ થઇ ચુકી છે. પોતાની નિષ્ફળતા છુપાવવા માટે તેઓ હોબાળો કરીને ગુંડાગીરી કરી રહ્યા છે. પહેલા શપથ કોણ લેશે તે પીઠાસીન અધિકારી જ નિર્ધાર કરે છે.

    follow whatsapp