BJP દ્વારા છત્તીસગઢ 64, મધ્યપ્રદેશ 57 અને રાજસ્થાનમાં 41 ઉમેદવારોની યાદી જાહેર

નવી દિલ્હી : રાજ્યવર્ધન રાઠોડ, દીયા કુમારી, નરેન્દ્ર કુમાર, ભગીરથ ચૌધરી, કિરોડી લાલ મીણા, બાબા બાલકનાથ, દેવીસિંહ પટેલ આ સાંસદોને પાર્ટીએ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ઉતાર્યા…

Isrial case

Isrial case

follow google news

નવી દિલ્હી : રાજ્યવર્ધન રાઠોડ, દીયા કુમારી, નરેન્દ્ર કુમાર, ભગીરથ ચૌધરી, કિરોડી લાલ મીણા, બાબા બાલકનાથ, દેવીસિંહ પટેલ આ સાંસદોને પાર્ટીએ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ઉતાર્યા છે.

રાજસ્થાનમાં 7 સાંસદોને વિધાનસભામાં ઉતારવામાં આવ્યા

ચૂંટણીના રાજ્ય રાજસ્થાન માટે ભાજપે પોતાની પહેલી યાદી બહાર પાડી છે. આ 41 ઉમેદવારોની યાદીમાં ભાજપે 7 સાંસદોને વિધાનસભા ચૂંટણી માટે મેદાને ઉથાર્યા છે. આવો જ પ્રયોગ ભાજપ મધ્યપ્રદેશમાં પણ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યવર્ધન રાઠોડ, દીયા કુમારી, નરેન્દ્ર કુમાર, ભગીરથ ચૌધરી, કિરોડી લાલ મીણા, બાબા બાલકનાથ, દેવીસિંહ પટેલ આ તે 7 સાંસદ છે જેમને પાર્ટીએ રાજસ્થાનની વિધાનસભા ચૂંટણીમાં ઉતાર્યા છે.

રાજસ્થાનના સાંસદ રાજ્યવર્ધન રાઠોડને ઝોટાવાડા માંથી ટિકિટ અપાઇ છે. બાબા બાલકનાથ તિજારાના સાંસદ છે તેમને રાજ્યના ચૂંટણી મેદાને ઉતાર્યા છે.

છત્તીસગઢમાંથી 64 અને મધ્યપ્રદેશમાં 57 ઉમેદવાર જાહેર

છત્તીસગઢમાં 64 ઉમેદવારોના નામની જાહેરાત થઇ ચુકી છે. છત્તીસગઢમાંથી 3 સાંસદો ચૂંટણી જંગમાં ઉતારાયા છે. જેમાં સાજમાથી ઇશ્વર સાહુનું નામ ચોંકાવનારુ છે. મહત્વની બાબત છે કે, બે કોમ વચ્ચે ઝગડામાં ઇશ્વર સાહુના પુત્રની હત્યા કરાઇ હતી. જ્યારે પૂર્વ કલેક્ટર ઓ.પી ચૌધરી રાયગઢની ટિકિટ અને પ્રદેશ પ્રમુખ અરૂણ સાવને લોરમીથી તો પૂર્વ મુખ્યમંત્રી રમણસિંહ રાજનાંદ ગામથી ચૂંટણીના મેદાને ઉતાર્યા છે. બીજી તરફ મધ્યપ્રદેશમાં 57 ઉમેદવારોના નામ સાથેની સત્તાવાર યાદી બહાર પાડી છે.

भारतीय जनता पार्टी की केंद्रीय चुनाव समिति ने राजस्थान में होने वाले आगामी विधानसभा चुनाव 2023 हेतु निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की। pic.twitter.com/s1IDsjXQeo

— BJP (@BJP4India) October 9, 2023

भारतीय जनता पार्टी की केंद्रीय चुनाव समिति ने छत्तीसगढ़ में होने वाले आगामी विधानसभा चुनाव 2023 हेतु निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की। (1/2) pic.twitter.com/BwE9BbcUBq

— BJP (@BJP4India) October 9, 2023

भारतीय जनता पार्टी की केंद्रीय चुनाव समिति ने छत्तीसगढ़ में होने वाले आगामी विधानसभा चुनाव 2023 हेतु निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की। (1/2) pic.twitter.com/BwE9BbcUBq

— BJP (@BJP4India) October 9, 2023

भारतीय जनता पार्टी की केंद्रीय चुनाव समिति ने छत्तीसगढ़ में होने वाले आगामी विधानसभा चुनाव 2023 हेतु निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की। (2/2) pic.twitter.com/uYhdYlNXZQ

    follow whatsapp