Birmingham Shooting: અમેરિકાના અલાબામા રાજ્યના બર્મિંગહામમાં એક નાઈટ ક્લબમાં થયેલા ગોળીબાર થયાના સામાચાર સામે આવી રહ્યા છે. આ ગોળીબારમાં સાત લોકોનાં મોત અને 9 લોકો ઘાયલો થયાની માહિતી મળી રહી છે. અહીંના બર્મિંધમ સ્થિત એક નાઈટ ક્લબમાં શનિવારે મોડી રાત્રે ગોળીબારની ઘટના બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, નાઈટક્લબની અંદર મળી આવેલી બે મહિલાઓ અને સ્થળની નજીક ફૂટપાથ પર મળી આવેલા એક પુરુષને ઘટના સ્થળે મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
પોલીસ અધિકારીએ આપી જાણકારી
બર્મિંધમ પોલીસ વિભાગના અધિકારી જણાવ્યું કે, 27મી સ્ટ્રીટ નોર્થના 3400 બ્લૉકમાં આવેલા એક નાઈટ ક્લબની બહાર ફાયરિંગ થયું છે. ઘટનાની જાણ થતાં જ અધિકારીઓ રાત્રે 11.00 કલાકે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તુરંત કાર્યવાહી શરૂ કરી દીધી હતી. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે, જેમાં બે મહિલાઓ પણ સામેલ છે. જોકે અહેવાલો અનુસાર, મોતનો આંકડો સાત કહેવામાં આવી રહ્યો છે.
ટ્રમ્પ પર હુમલા બાદ અમેરિકામાં વધુ એક ફાયરિંગની ઘટના
પેન્સિલવેનિયાના બટલરમાં શનિવારે રાત્રે ડોનાલ્ડ ટ્રમ્પ એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા, તે દરમિયાન તેમના પર ફાયરિંગ થયું. આ જીવલેણ હુમલામાં તેઓ માંડ માંડ બચ્યા. એક ગોળી ડોનાલ્ડ ટ્રમ્પના જમણા કાનના ઉપરના ભાગને અડીને નીકળી ગઈ. સિક્રેટ સર્વિસે હુમલાખોરને સ્થળ પર જ ઠાર માર્યો હતો. આ ઘટનામાં રેલીમાં આવેલા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ઈન્ટરનેટ પર વાયરલ થયો વીડિયો
ફાયરિંગની આ ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો છે, જેમાં જોઈ શકાય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ભાષણ આપી રહ્યા છે, ત્યારે અચાનક ફાયરિંગ થવા લાગે છે. ડોનાલ્ડ ટ્રમ્પ તેમના જમણા હાથથી તેમના કાનને ઢાંકે છે અને મંચની પાછળ ઝૂકી જાય છે. સિક્રેટ સર્વિસ એજન્ટો તરત જ તેમની પાસે પહોંચી જાય છે. ટ્રમ્પ મંચની પાછળથી ઉભા થાય છે અને રેલીમાં આવેલા લોકો તરફ મુઠ્ઠી પકડીને હિંમતનો સંદેશ આપે છે. તેના જમણા કાન અને ચહેરા પર લોહી દેખાય છે. આ હુમલા બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે.
ADVERTISEMENT