અરવલ્લી : જીલ્લાનાં ધનસુરા પોલીસ સ્ટેશન નજીક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા એક મહિલાનું મોત નિપજ્યું હતું. બાઇક પર રહેલી મહિલા ટ્રકના ટાયરમાં ફસાઇ જવાને કારણે તેનું મોત નિપજ્યું હતું. ધામનિયાનાં રહેવાસી જયાબેન સોલંકીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ મામલે ઘનસુરા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
સાબરકાંઠા હાઇવે અકસ્માતોનો હાઇવે બન્યો
સાબરકાંઠા જિલ્લાના ઇડર-હિંમતનગર હાઇવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. ઇડર હાઇવે પર કૃષ્ણનગરના પાટીયા નજીક અકસ્માત સર્જાયો હતો. એક સાથે ત્રણ ટ્રક સામ-સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જો કે સદનસીબે તેમાં કોઇ જાનહાની ટળવાને કારણે તમામ લોકોનો બચાવ થયો હતો. નાની મોટી ઇજાઓ તથા ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. અકસ્માતના કારણે હાઇવે પર ભારે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા.
બોરસદના પૂર્વ ધારાસભ્ય સરકાર પાસે માંગણી પણ કરી ચુક્યા છે
વાસંદા-બગોદરા હાઇવે પર સતત વધી રહેલા અકસ્માતને પગલે બોરસદના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી હતી. સોશિયલ મીડિયા પર પૂર્વ ધારાસભ્ય દ્વારા રોષ ઠાલવતા જણાવ્યું કે, આવેદનપત્ર આપવા છતા કામગીરી ન હોવા છતા આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. પૂર્વ ધારાસભ્ય દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સમગ્ર મામલે નિકાલની માંગ ઉચ્ચારાઇ છે. આસપાસના ગામડાનાં નાળુ નહી હોવાના કારણે લોકોરોંગસાઇડ જતા હોય છે. તેના કારણે છાશવારે અકસ્માત થાય છે. અગાઉ ત્રિપલ અકસ્માતમાં 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
ADVERTISEMENT