સીરિયલ કિસરથી મહિલાઓ ખૌફમાં, એકલી મહિલા જોતા જ યુવક KISS કરીને ભાગી ગયો, CCTVમાં કેદ ઘટના

બિહાર: તમે સીરિયલ કિલર વિશે તો ઘણું સાંભળ્યું હશે, પરંતુ બિહારના જમુઈમાં હાલના દિવસોમાં એક સીરિયલ કિસર લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ સીરિયલ…

gujarattak
follow google news

બિહાર: તમે સીરિયલ કિલર વિશે તો ઘણું સાંભળ્યું હશે, પરંતુ બિહારના જમુઈમાં હાલના દિવસોમાં એક સીરિયલ કિસર લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ સીરિયલ કિસર એક યુવક છે જે અચાનક અજાણી મહિલાઓ અને યુવતીઓને કિસ કરે છે અને ભાગી જાય છે. જમુઈમાંથી એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં હોસ્પિટલ બહાર એક મહિલા મોબાઈલ પર કોઈની સાથે વાત કરી રહી હતી. આ દરમિયાન યુવક પાછળથી આવે છે અને મહિલાને બળપૂર્વક કિસ કરવા લાગે છે. જ્યાં સુધી મહિલા કંઈક સમજે નહીં ત્યાં સુધી યુવક મહિલાને બળજબરીથી કિસ કરીને ભાગી ગયો હતો.

મહિલા સાથે બિભત્સ હરકત કરી યુવક ફરાર
યુવકની આ હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મહિલાને કિસ કરીને યુવક ત્યાંથી ફરાર થઈ ગયો જેનો, વીડિયો સામે આવ્યા બાદ બધા ચોંકી ગયા હતા. જેણે પણ આ વિડીયો જોયો તેણે હોસ્પિટલમાં મહિલાઓની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે. આટલું જ નહીં ઘટનાના 72 કલાકથી વધુ સમય વીતી જવા છતાં ન તો હોસ્પિટલ મેનેજમેન્ટ અને ન તો જમુઈ પોલીસ તે બદમાશ સામે કોઈ કાર્યવાહી કરી શકી છે.

સરકારી હોસ્પિટલમાં મહિલા કર્મી સાથે બની ઘટના
આ મામલો 10 માર્ચનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સરકારી હોસ્પિટલ પરિસરમાં એક મહિલા આરોગ્યકર્મી ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી. દરમિયાન હોસ્પિટલની દીવાલ કૂદીને એક વ્યક્તિ અંદર આવ્યો હતો અને મહિલા આરોગ્ય કર્મચારી સાથે અશ્લીલ હરકતો કરવા લાગ્યો હતો. આ કૃત્ય જોઈને મહિલા આરોગ્ય કર્મચારી ચોંકી ઉઠી હતી.

આરોપી હજુ પોલીસ પકડથી દૂર
સમગ્ર મામલે પીડિતાએ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને ન્યાયની માંગણી કરી છે. આ અંગે જમુઈ પોલીસ સ્ટેશનમાં કેસ પણ નોંધવામાં આવ્યો છે, પરંતુ યુવક હજુ પોલીસની પકડમાંથી બહાર છે. આ બાબત અંગે જમુઈના સદર ડીએસપી ડો. રાકેશ કુમારે જણાવ્યું કે, આ મામલો ધ્યાન પર આવ્યો છે અને પોલીસ તેની ધરપકડ કરવા માટે સંપૂર્ણ સક્રિય છે. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં જ આરોપી અમારી પકડમાં આવી જશે.

    follow whatsapp