Bihar News: બિહારમાં રાજકીય ભૂકંપ! નીતિશ-લાલુની બેઠક, બધા ધારાસભ્યોને પટના બોલાવતા ચકચાર

જેડીયુના તમામ ધારાસભ્યોને પટના બોલાવવામાં આવ્યા વધુ 8 ધારાસભ્યોને જોડવાના પ્રયાસો શરૂ કર્યા બિહારમાં જેડીયુ-આરજેડી ગઠબંધન તૂટવાની તૈયારીમાં Bihar Politics: બિહારની રાજનીતિમાં ફરી એક વખત…

Bihar News

Bihar News

follow google news
  • જેડીયુના તમામ ધારાસભ્યોને પટના બોલાવવામાં આવ્યા
  • વધુ 8 ધારાસભ્યોને જોડવાના પ્રયાસો શરૂ કર્યા
  • બિહારમાં જેડીયુ-આરજેડી ગઠબંધન તૂટવાની તૈયારીમાં

Bihar Politics: બિહારની રાજનીતિમાં ફરી એક વખત ખળભળાટ જોવા મળી રહ્યો છે. નીતિશ કુમાર RJD સાથેના સંબંધો તોડવાની અટકળો વચ્ચે, લાલુ કેમ્પે 122ના જાદુઈ આંકડા સુધી પહોંચવા માટે વધુ 8 ધારાસભ્યોને જોડવાના પ્રયાસો શરૂ કર્યા છે.

હાલમાં 243 બેઠકોની વિધાનસભામાં બેઠકોનું ગણિત કંઈક આ પ્રકારનું છે. જો RJD+કોંગ્રેસ+લેફ્ટની સીટો જોડવામાં આવે તો સંખ્યા 79+19+16 એટલે કે 114 થાય છે. સ્પષ્ટ છે કે બહુમત માટે 8 ધારાસભ્યોની ઓછા છે. લાલુ કેમ્પ આ 8 ધારાસભ્યોને આકર્ષવામાં વ્યસ્ત છે. તે જ સમયે, નીતિશ કુમાર તેમના નિવાસસ્થાને જેડીયુના અગ્રણી નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે. લાલુ જાદુઈ આંકડાઓ એકત્રિત કરે તે પહેલા જ નીતિશ વિધાનસભા ભંગ કરી શકે છે.

નીતિશ કુમારે જેડીયુના અગ્રણી નેતાઓ સાથે બેઠક કરી

નીતિશ કુમાર તેમના નિવાસસ્થાને જેડીયુના અગ્રણી નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે. લાલુ જાદુઈ આંકડાઓ એકત્રિત કરે તે પહેલા જ નીતિશ વિધાનસભા ભંગ કરી શકે છે. સત્તા મેળવવા માટે બેઠકોના સમીકરણની વાત કરીએ તો જીતન રામ માંઝીની પાર્ટી HAM પાસે 4 ધારાસભ્યો છે.

AIMIM પાસે 1 ધારાસભ્ય અને એક અપક્ષ ધારાસભ્ય (સુમિત સિંહ) છે. જો લાલુ તેમને પણ લઈ લે તો સંખ્યા 120 થઈ જાય છે. લાલુને હજુ વધુ 2 ધારાસભ્યોની જરૂર છે. સાથે જ સીએમ હાઉસ બાદ રાબડી આવાસમાં પણ ધમાલ તેજ થઈ ગઈ છે. તેમના નજીકના સહયોગી ભોલા યાદવ અને શક્તિ સિંહ યાદવ લાલુને મળવા માટે રાબડીના ઘરે પહોંચ્યા છે. તેમના સિવાય અન્ય કેટલાક ધારાસભ્યો પણ આવી રહ્યા છે.

અશ્વિની ચૌબે સહિતના ભાજપના નેતાઓ દિલ્હી જવા રવાના

આ રાજકીય ઉથલપાથલ વચ્ચે બિહાર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરી દિલ્હી જવા રવાના થઈ ગયા છે. તેમના સિવાય અશ્વિની ચૌબે પણ દિલ્હી જવા રવાના થઈ ગયા છે. તે જ સમયે, JDU MLC ખાલિદ અનવરે નીતિશની નિરાશાની અફવાઓને નકારી કાઢી હતી. તેમજ દાવો કર્યો કે નીતિશના નેતૃત્વમાં રાજ્ય સરકાર સારું કામ કરી રહી છે.

જેડીયુ નેતાએ સ્પષ્ટતા કરી

બિહારના મુખ્યમંત્રી અને JDU નેતા નીતીશ કુમારના વંશવાદી રાજકારણ પરના નિવેદન અને રોહિણી આચાર્યના ટ્વિટ પર RJD નેતા શક્તિ યાદવે કહ્યું કે વંશવાદી રાજકારણ પર નીતિશ કુમારનું નિવેદન બીજેપી નેતાઓ માટે હોઈ શકે છે.

    follow whatsapp