બિહારના DyCM તેજસ્વી યાદવને ‘સુપ્રીમ’રાહત, SCએ અમદાવાદ કોર્ટની સુનાવણી પર લગાવી રોક

‘તમામ ગુજરાતી ઠગ’વાળા નિવેદન પર બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવની અરજી પર સુનાવણી…

gujarattak
follow google news

‘તમામ ગુજરાતી ઠગ’વાળા નિવેદન પર બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવની અરજી પર સુનાવણી કરતા અમદાવાદ મેટ્રો કોર્ટના આદેશ પર રોક લગાવી દીધી છે. તેજસ્વી યાદવને કોર્ટમાં હાજર રહેવાના આદેશ પર રોક લગાવવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ તેજસ્વી યાદવને નીચલી કોર્ટમાં હાજર રહેવાથી મુક્તિ મળી ગઈ છે. તેજસ્વી યાદવ નથી ઈચ્છતા કે ‘તમામ ગુજરાતી ઠગ’વાળા નિવેદનને લઈને માનહાનિના કેસની સુનાવણી અમદાવાદમાં થાય. તેમણે આ કેસ અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાંથી ટ્રાન્સફર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. તમને જણાવી દઈએ કે ગુજરાતી ઠગ કેસમાં સ્થાનિક કોર્ટે તેજસ્વીને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો.

કોર્ટે પાઠવ્યું હતું સમન્સ

માનહાનિ કેસમાં કોર્ટે 22 સપ્ટેમ્બરે તેજસ્વી યાદવને સમન્સ પાઠવ્યા હતા. તેમને 13 ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જે બાદ બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે અમદાવાદની મટ્રો  કોર્ટને માહિતી આપી હતી કે તેમણે તેમની સામેના માનહાનિના કેસને ટ્રાન્સફર કરવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને આ અરજી પર સુનાવણી 6 નવેમ્બરે થવાની છે. જેથી તેમને કોર્ટમાં હાજરી આપવામાંથી મુક્તિ આપવામાં આવે. જેના પર કોર્ટે તેમને 4 નવેમ્બર સુધી હાજર રહેવામાંથી મુક્તિ આપી હતી.

તેજસ્વી યાદવે શું આપ્યું હતું નિવેદન?

બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે PNB કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીની રેડ કોર્નર નોટિસ રદ્દ થવા મામલે નિવેદન આપતા બફાટ કર્યો હતો. તેમણે PM મોદી અને અમિત શાહના પર નિશાન સાધતા તમામ ગુજરાતીઓ પર આપત્તિજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે કહ્યું હતું કે, બે ઠગ છે. આજે દેશની દશા જોઈએ તો, માત્ર ગુજરાતી જ ઠગ હોઈ શકે છે અને તેમને માફ પણ કરવામાં આવશે. તેમના આ નિવેદન પર સામાજિક કાર્યકર અને બિઝનેસમેન હરેશ મહેતાએ મેટ્રો કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. ગુજરાતીઓને ઠગ કહેવા બદલ તેજસ્વી યાદવ સામે IPC કલમ 499, 500 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.

 

    follow whatsapp