Crime News: બિહારના સુપૌલ જિલ્લામાંથી એક હચમચાવી નાખે એવી ઘટના સામે આવી છે. અહીં લાલપટ્ટી વિસ્તારમાં આવેલી પ્રાઈવેટ સ્કૂલમાં અભ્યાસ કરતા નર્સરીના બાળકે 10 વર્ષના વિદ્યાર્થીને ગોળી મારી દીધી. હાથમાં ગોળી વાગતાં વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો. જેથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
નર્સરીના બાળકે કર્યું ફાયરિંગ
મળતી માહિતી મુજબ, 5 વર્ષનું બાળક પોતાની બેગમાં હથિયાર છુપાવીને લઈ ગયો હતો. આ ઘટના બાદ સ્કૂલમાં હડકંપ મચી ગયો. આ અંગેની જાણ થતાં જ પોલીસની ટીમ સ્કૂલ ખાતે દોડી આવી છે અને આખરે 5 વર્ષના બાળક સુધી હથિયાર કેવી રીતે પહોંચ્યું તે જાણવાનો પ્રયાસ કરી રહી છે.
બાળકના હાથમાં બંદૂક કેવી રીતે આવી?
પોલીસ અધિક્ષક શૈશવ યાદવના જણાવ્યા અનુસાર, "નર્સરીના બાળકે એ જ સ્કૂલમાં ધોરણ 3માં અભ્યાસ કરતા 10 વર્ષના વિદ્યાર્થી પણ ફાયરિંગ કર્યું હતું. વિદ્યાર્થીને ગોળી હાથમાં વાગી હતી. જે બાદ વિદ્યાર્થીને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. અમે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે બાળકના હાથમાં બંદૂક કેવી રીતે આવી અને તેને સ્કૂલમાં લઈ જવામાં સફળ કેવી રીતે થયો."
વિદ્યાર્થીઓની બેગ દરરોજ ચેક કરોઃ SP
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, પોલીસ અધિક્ષકે કહ્યું કે, "અમે જિલ્લાભરની સ્કૂલોને નિયમિત ધોરણે વિદ્યાર્થીઓની બેગ ચેક કરવા માટે કહી રહ્યા છીએ. આ ઘટના માતા-પિતા અને વાલીઓ માટે ઘણો ચિંતાનો વિષય છે."
ADVERTISEMENT