ના નદી, ના નહેર, ના રોડ... બિહારમાં ખેતરની વચ્ચો વચ્ચ બની ગયો 3 કરોડનો બ્રિજ, સરકારે શું સ્પષ્ટતા આપી?

Bihar Araria Bridge: બિહારના અરરિયામાં નદી અને નહેર વગરના પુલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લોકો પૂછી રહ્યા છે કે આ પુલ ખેતરની વચ્ચે કેમ બનાવવામાં આવ્યો છે જ્યારે તેને જોડતો રસ્તો નથી કે તેની નીચે નદી કે નહેર પણ નથી. હવે બિહાર સરકારે આ બ્રિજ અંગે સ્પષ્ટતા આપી છે.

Bihar bridge

Bihar bridge

follow google news

Bihar Araria Bridge: બિહારના અરરિયામાં નદી અને નહેર વગરના પુલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લોકો પૂછી રહ્યા છે કે આ પુલ ખેતરની વચ્ચે કેમ બનાવવામાં આવ્યો છે જ્યારે તેને જોડતો રસ્તો નથી કે તેની નીચે નદી કે નહેર પણ નથી. હવે બિહાર સરકારે આ બ્રિજ અંગે સ્પષ્ટતા આપી છે.

બિહાર સરકારના ગ્રામીણ બાંધકામ વિભાગ (RWD)ના અધિક મુખ્ય સચિવ દીપક કુમાર સિંહે જણાવ્યું કે, જે પુલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે અરરિયા જિલ્લાના રાનીગંજ બ્લોકમાં દુલારદેઈ નદી પર બનાવવામાં આવ્યો છે.

સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા વિભાગના અધિકારીએ જણાવ્યું કે આ ફોટો ત્યારે લેવામાં આવ્યો છે જ્યારે નાળું સુકાઈ ગયું. અમારી પાસે પુલના તાજેતરના ફોટો છે, જે 3.2 કિમી લાંબા રોડ પ્રોજેક્ટનો ભાગ છે. પ્રોજેક્ટનો મોટો ભાગ પૂર્ણ થઈ ગયો છે, જ્યારે આસપાસના વિસ્તારમાં કામ અટકી ગયું છે."

RWDના અન્ય એક અધિકારીના જણાવ્યા અનુસાર, સ્થાનિક લોકોએ એ દાવો કરીને કામ અટકાવી દીધું કે આ સરકારી નહીં પરંતુ તેમની ખાનગી જમીન છે. આ વિવાદને ઉકેલવા માટે વિભાગે રાણીગંજ બ્લોકના સર્કલ ઓફિસરને પત્ર લખ્યો છે." તેમણે કહ્યું કે આ રોડ મુખ્યમંત્રી ગ્રામ સંપર્ક યોજના (MMGSY) હેઠળ 3 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે.

કામ શરૂ થયું ત્યારે કોઈ વાંધો નહોતો: અધિકારી

અરરિયાના ફારબિસગંજ ડિવિઝનના અન્ય RWD અધિકારીએ જણાવ્યું હતું કે, “જ્યારે 27 એપ્રિલ, 2023ના રોજ પ્રોજેક્ટ શરૂ થયો, ત્યારે જમીનની માલિકીનો દાવો કરવા માટે કોઈ આવ્યું ન હતું, પરંતુ જ્યારે અધિકારીઓએ પુલને ગામના રસ્તાઓ સાથે જોડવાનું શરૂ કર્યું, ત્યારે વાંધો ઉઠાવવામાં આવ્યો જમીનના રેવન્યુ રેકોર્ડની ચકાસણી કર્યા બાદ કામ શરૂ કરવામાં આવ્યું હતું.

શું કહે છે ગ્રામજનો?

ગ્રામજનોનું કહેવું છે કે જે જગ્યાએ પુલ બનાવવામાં આવ્યો છે ત્યાં દુલરદેઈ નામની મૃત નદી છે. જે માત્ર વરસાદના મહિનાઓમાં જ લોકો માટે સમસ્યા બની જાય છે અને અન્ય ઋતુઓમાં તે ત્યાં સુકાઈ જાય છે. ગ્રામજનો સાથે સંપર્ક જાળવવા માટે, તેના પર એક પુલ બનાવવામાં આવ્યો હતો, જેમાં ફક્ત વરસાદની ઋતુમાં જ પાણી હોય છે. તેમનું કહેવું છે કે હવે માત્ર ખાનગી જમીન છે, જેને પ્લાન પાસ કરતા પહેલા ધ્યાનમાં લેવામાં આવી ન હતી. ક્યાંક અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગતથી પૈસાની ઉચાપત કરવાના ઈરાદે આ કામ કરવામાં આવ્યું હતું.

આ મામલે ડીએમએ શું કહ્યું?

આ અંગે અરરિયાના ડીએમ ઇનાયત ખાને કહ્યું હતું કે આ બાબત તેમના ધ્યાન પર આવી છે. જેમાં કાર્યપાલક ઈજનેર પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આ સાથે એસડીઓ, સીઓ સહિત સંબંધિત એન્જિનિયરને ઘટના સ્થળ અને વિસ્તારની મુલાકાત લેવા માટે કહેવામાં આવ્યું છે. આ કામ યોગ્ય રીતે થયું હતું કે નહીં, ભૂતકાળમાં યોગ્ય તકેદારી રાખવામાં આવી હતી કે કેમ, જમીન બાબતે તમામ માહિતી અને તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે જમીન ઉપલબ્ધ ન હતી ત્યારે આ પ્લાન કેવી રીતે તૈયાર કરવામાં આવ્યો? તમામ કેસની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે એ પણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે પુલ અને રસ્તા સહિતની આ યોજના કઈ રીતે ઉપયોગી થઈ શકે. સમગ્ર મામલાને ગંભીરતાથી જોવામાં આવી રહ્યો છે. યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

    follow whatsapp