નવી દિલ્હી : ઉતરાખંડમાં ચારધામ યાત્રા પર મોટું અપડેટ સામે આવી રહ્યું છે. ખરાબ હવામાનના કારણે કેદારનાથ યાત્રાને અટકાવી દેવામાં આવી છે. જ્યારે ગંગોત્રી-યમુનોત્રી અને બદરી-કેદારનાથ યાત્રા ચાલુ રહેશે. આઇએમડીના ઉતરાખંડના હવામાન પૂર્વાનુમાનમાં 03 મેના રોજ એલર્ટ બહાર પાડ્યું છે. ઉતરાખંડમાં હવામાન એલર્ટ અને કેદારનાથ ધામમાં થઇ રહેલી ભારે બરફવર્ષાને જોતા બુધવારે 03 મેના રોજ યાત્રા પર 100 ટકા રોકના નિર્દેશ આપ્યા છે. કોઇ પણ તીર્થયાત્રીને કેદારનાથ જવાની અનુમતી આપવામાં આવશે.
ADVERTISEMENT
આગામી આદેશ સુધી યાત્રા અટકાવી દેવામાં આવી
મંગળવારે સવારે 11 વાગ્યા બાદ કેદારનાથ યાત્રાને અટકાવી દેવામાં આવી. હવામાન સારુ થતાની સાથે જ યાત્રાને ફરી શરૂ કરવામાં આવશે. ઉતરાખંડમાં 2 અને 3 મેના રોજ હવામાન ખરાહ હોવાના કારણે તીર્થયાત્રીઓને પહેલી જ અપીલ કરવામાં આવી હતી, જો કે તીર્થયાત્રી ધામોમાં પહોંચી ચુક્યા છે. મંગળવારે ધાની તરફ તીર્થયાત્રીઓને જવા દેવામાં આવ્યા છે, જો કે 03 મે બુધવારે કેદારનાથ ધામમાં અટકવાનું શક્ય નથી. તીર્થયાત્રીઓની સુરક્ષા માટે પોલીસ સોનપ્રયાગ અને ગૌરીકુંડ પર તીર્થયાત્રીઓને અટકાવી દેવામાં આવશે. કોઇ પણ યાત્રીને ધાન સુધી જવા માટેની પરવાનગી આપવામાં નહી આવે.
ચારધામ યાત્રાએ આવી રહેલા લોકોને ડીજીપીની અપીલ
કેદારનાથની મુલાકાતે ગયેલા ઉતરાખંડના ડીજીપી અશોકકુમારે જણાવ્યું કે, મંગળવાર બપોર બાદ ઋષીકેશ અને શ્રીનગરથી આવનારા યાત્રીઓને પણ સુરક્ષીત સ્થાનો પર રોકાઇ જવા માટે કહી દેવામાં આવ્યું છે. અહીંથી કેદારનાથ આવનારા યાત્રીઓને શહેરમાં જ રોકાઇ જવા માટે કહેવાયું છે. તેમણે તમામ યાત્રીઓને અપીલ કરતા બુધવારે પોલીસનો સંપુર્ણ સાથ આપો જેથી કોઇને પણ પરેશાની ન ઉઠાવવી પડે. હવામાન ખરાબ છે માટે બુધવારે કેદારનાથની ચઢાઇ ક્યારે પણ ન કરો. હવામાન ઠીક થતાની સાથે જ યાત્રા ફરી સંચાલિત કરી દેવામાં આવશે.
ગંગોત્રી-યમુનોત્રી અને બદરીનાથ જઇ રહેલા યાત્રીઓ એલર્ટ રહે
ઉત્તરકાશી અને ચમોલી જિલ્લામાં વરસાદનો દોર સતત ચાલી રહ્યો છે. બદરીનાથ, ગંગોત્રી-યમનોત્રી સહિત ઉંચાઇ તથા નિચલા વિસ્તારોમાં અટકી અકટીને વરસાદ થઇ રહ્યો છે. ગત્ત 72 કલાકથી વધારે સમયથી થઇ રહેલો વરસાદના કારણે જિલ્લામાં ઠંડી ખુબ જ વધી ગઇ છે. વરસાદના કારણે જન-જીવન ખાસા પ્રભાવિત થઇ ચુક્યું છે. બીજી તરફ ગંગોત્રી-યમુનોત્રી ધામ યાત્રા નિર્બાધ રીતે ચાલે છે. જિલ્લા તંત્રએ ગંગોત્રી-યમુનોત્રી જનારા યાત્રીઓને વધારે વરસાદ થવા અંગે એલર્ટ રહેવા કહેવાયું છે. મંગળવારે પણ ધામ દિવસભર વરસાદ પડતો રહ્યો. ગત્ત ત્રણ દિવસથી અટકી અટકીને પડેલા વરસાદને કારણે ઠંડીમાં પણ ખુબ જ વધારો થયો છે.
ADVERTISEMENT