Elvish Yadav: Bigg Boss વિનર બન્યા બાદ લાઈમલાઈટમાં આવેલા યુટ્યુબર એલ્વિશ યાદવ મુશ્કેલીમાં છે. નોઈડા પોલીસે તેની વિરુદ્ધ FIR નોંધી છે. આ મામલો વન્યજીવ સંરક્ષણ સાથે જોડાયેલો છે. મળતી માહિતી મુજબ, એલ્વિશ પર દાણચોરી અને ગેરકાયદેસર રીતે રેવ પાર્ટીઓનું આયોજન કરવાનો આરોપ છે. આ સાથે તે હ્યુમન ટ્રાફિકિંગ સાથે પણ સંકળાયેલો હતો. એક NGOએ સ્ટિંગ ઓપરેશન કર્યું અને નોઈડા પોલીસમાં ફરિયાદ નોંધાવી. જેના આધારે નોઈડા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, નોઈડા પોલીસે સેક્ટર 49માં દરોડો પાડીને 5 લોકોની ધરપકડ કરી છે. પોલીસને અહીંથી 5 કોબ્રા મળી આવ્યા છે અને સાપનું ઝેર પણ મળી આવ્યું છે. જ્યારે પોલીસે ધરપકડ કરાયેલા લોકોની પૂછપરછ કરી તો બિગ બોસના વિજેતા એલ્વિશ યાદવનું નામ પણ સામે આવ્યું. પોલીસે એલ્વિશ વિરુદ્ધ FIR નોંધી છે.
આ રીતે એલ્વિશનું નામ સામે આવ્યું
FIRની કોપિ અનુસાર, એલ્વિશ યાદવનું નામ પણ આરોપીઓમાં નોંધાયેલું છે. પીપલ ફોર એનિમલ્સમાં એનિમલ વેલફેર ઓફિસર તરીકે કામ કરતા ગૌરવ ગુપ્તાએ આ FIR નોંધાવી છે. તેની આખી સ્ટોરી એક ફરિયાદથી શરૂ થાય છે. ગૌરવ ગુપ્તાના જણાવ્યા અનુસાર, નોઈડામાં આવી ગતિવિધિઓની માહિતી મળી રહી હતી. એવું પણ બહાર આવ્યું છે કે યુટ્યુબર એલ્વિશ યાદવ કેટલાક લોકો સાથે નોઈડા-એનસીઆરના ફાર્મ હાઉસમાં સાપના ઝેર અને જીવતા સાપ સાથે વીડિયો શૂટ કરે છે. આ સાથે ગેરકાયદેસર રીતે રેવ પાર્ટીઓનું આયોજન કરવાની પણ માહિતી મળી હતી.
ADVERTISEMENT