નવી દિલ્હી : મથુરા ખાતે વૃંદાવનમાં સ્વતંત્રતા દિવસ મોટી દુર્ઘટના થઇ હતી. બાંકે બિહારી મંદિરમાં માત્ર 150 મીટરના અંતર સ્નેહ બિહારી મંદિર પાસે એક જર્જરિત ઇમારતની દિવાલ અચાનક તુટી પડી હતી. જેના કાટમાળમાં દબાઇને પાંચ લોકોના મોત થયા જ્યારે અડધો ડઝન શ્રદ્ધાળુઓ ખરાબ રીતે ઘાયલ થઇ ગયા છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
દુર્ઘટના મંગળવારે સાંજે 5.45 વાગ્યે ઘટી
દુર્ઘટના મંગળવારે સાંજે 5.45નો છે. મળતી માહિતી અનુસાર સાંજે અચાનક વરસાદ શરૂ થઇ ગઇ. બીજી તરફ બાંકે બિહારી મંદિરથી માત્ર 150 મીટર અંતર પર હાજર વિષ્ણુ બાગના જર્જર મકાનની દિવાલ અચાનક તુટી પડી હતી. દિવાલ પડવાના કારણે તેની પાસેથી પસાર થઇ રહેલા શ્રદ્ધાળુઓ કાટમાળ નીચે દબાયા હતા. દુર્ઘટનાને પગલે હડકંપ મચી ગયો હતો.
પોલીસે લોકોની મદદ માટે કાટમાળ હટાવ્યો હતો
બીજી તરફ પહોંચેલી પોલીસે લોકોની મદદથી કાટમાળને હટાવ્યો હતો. કાટમાળની નીચે દબાયેલા લોકો બહાર કાઢ્યા હતા. તેમાં પાંચ લોકોની મોત થઇ ગઇ હતી. જ્યારે અડધો ડઝન શ્રદ્ધાળુઓ ઘાયલ થઇ ગયા. મરનારાઓમાં ત્રણ મહિલાઓ અને બે પુરૂષનો સમાવેશ થાય છે. ત્રણ લોકો કાનપુરના રહેવાસી છે. ઘાયલો પોલીસ દ્વારા તત્કાલ સારવાર માટે જિલ્લા સંયુક્ત ચિકિત્સાલય પર મોકલવામાં આવ્યા છે.
ADVERTISEMENT