Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરના ‘પ્રાણ પ્રતિષ્ઠા’ સમારોહની તારીખ ખૂબ જ નજીક આવી ચૂકી છે. 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામમંદિરનું ઉદ્ધાટન કરશે. આ દિવસે અયોધ્યામાં ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવશે. આ સમારોહના દિવસે કેટલાક રાજ્યો દ્વારા જાહેર રજાનું એલાન કરવામાં આવ્યું છે. તો કેન્દ્ર સરકારે પણ રજાને લઈને મોટો નિર્ણય લીધો છે.
કેન્દ્રીય કર્મચારીઓને અડધા દિવસની રજા
22 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારની તમામ કચેરીઓ અડધા દિવસ માટે બંધ રહેશે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ગુરુવારે આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે આ નિર્ણય જનભાવનાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
કેન્દ્રીય કર્મચારીઓને 2.30 વાગ્યા સુધી રજા
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે, રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને 22 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારના કર્મચારીઓને અડધો દિવસ એટલે કે બપોરે 2.30 વાગ્યા સુધી રજા રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT