અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. ગુજરાતની પહેલા તબક્કાની ચૂંટણીને લઈ ફોરમ ભરાવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આ દરમિયાન ગુજરાતનો રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણીને લઈ ભાજપ, કોગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષ એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે.આ તમામ બાબતની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યાં છે જેમાં સોમા પટેલ સુરેન્દ્રનગરની ચોટીલા બેઠકથી અપક્ષ ફોર્મ ઊપડતાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ટેન્શન વધ્યું છે.
ADVERTISEMENT
ચોટીલા બેઠક પર ઋત્વિજ પટેલ ધારાસભ્ય
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ગુજરાતનો રાજકીય માહોલ ગરમ છે ગુજરાતની ચૂંટણીમાં દરરોજ નવા રાજકીય સમીકરણો તૈયાર થવા લાગ્યા છે. આજે સોમા ગાંડા પટેલે અપક્ષ ફોર્મ ઊપડતાં નવા જૂનીના એંધાણ છે. ખૂબ સોમા પટેલ સુરેન્દ્રનગરની ચોટીલા બેઠક પરથી અપક્ષ મેદાને ઉતરશે. ચોટીલા બેઠક પર વર્તમાનમાં કોંગ્રેસના ઋત્વીક મકવાણા ધારાસભ્ય છે અને ચોટીલા બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ છે.
2019 માં આપ્યું હતું રાજીનામું
2017માં લીંબડી-સાયલા બેઠકથી ચૂંટણી જીત્યા પછી આપ્યું તેમણે રાજીનામું આપ્યું હતું. સોમા રાજીનામાને કારણે ભરતસિંહની રાજ્યસભાની ચૂંટણીમાં હાર થવાનું કારણ પણ બતવવામાં આવે છે. ચૂંટણી આવે અને પક્ષપલટો કરતા સોમા હવે અપક્ષમાંથી ચૂંટણી લડશે. તેમણે 2019માં લીંબડી-સાયલા બેઠક પરથી રાજીનામુ આપ્યું હતું. સમાજના બળથી છાશવારે પક્ષપલટો કરતા સોમાભાઈ આ વખતે પણ મેદાનમાં ઉતર્યાં છે.
ચોટીલા બેઠકનો રાજકીય ઇતિહાસ
ADVERTISEMENT