Nagpur Blast: મહારાષ્ટ્રના નાગપુર આવેલી એક કંપનીમાં ભયાનક બ્લાસ્ટ થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે થયેલા ભયાનક બ્લાસ્ટમાં 9 લોકોના મોત થયા છે. તો આ દુર્ઘટનામાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. સમાચાર એજન્સી પીટીઆઈએ એક વરિષ્ઠ પોલીસ અધિકારીને ટાંકીને જણાવ્યું છે કે, બજારગાંવ વિસ્તારમાં સોલાર ઈન્ડસ્ટ્રીઝના કાસ્ટ બૂસ્ટર યુનિટમાં સવારે 9 વાગ્યે બ્લાસ્ટ થયો હતો. મૃતકોમાં 6 મહિલાઓ અને 3 પુરૂષોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
હજુ પણ ઘણા લોકો કંપનીમાં ફસાયેલા
આશંકા છે કે કંપનીમાં હજુ પણ ઘણા લોકો ફસાયેલા છે. કંપનીના મુખ્ય પ્રવેશદ્વારની પાસે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ ધારાસભ્ય અનિલ દેશમુખ ઘટનાસ્થળે હાજર છે. ધારાસભ્ય અનિલ દેશમુખે કહ્યું કે, ‘આ ખૂબ જ દુઃખદ ઘટના છે.’
અત્યાર સુધીમાં 9 લોકોના મોત
આ કંપની નાગપુર અમરાવતી રોડ પર બજાર ગામમાં આવેલી છે. પ્રાથમિક માહિતી મુજબ, બ્લાસ્ટ આજે સવારે 9 વાગ્યે થયો હતો. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે ત્યાં હાજર ઘણા કામદારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં નવ લોકોના મોત થયા છે.
ADVERTISEMENT