નવી દિલ્હી : આ કોકસની ખાસ વાત એ છે કે તેમાં ભારત, નેપાળ, શ્રીલંકા, ઈન્ડોનેશિયા, બાંગ્લાદેશ, ભૂતાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બ્રિટન અને નેધરલેન્ડના હિન્દુઓ પણ ભાગ લેશે. ભારતીય મૂળના અન્ય ધર્મો, શીખ, જૈન અને બૌદ્ધના પ્રતિનિધિઓને પણ આ કોકસમાં સામેલ કરવામાં આવશે. અમેરિકામાં ભારતીય સમુદાયનું વર્ચસ્વ સતત વધી રહ્યું છે. આવી સ્થિતિમાં હિંદુઓના હિતોની રક્ષા કરવા અને સંસદમાં તેમને સંબંધિત મુદ્દા ઉઠાવવા માટે એક નવી કોંગ્રેસનલ હિંદુ કોકસની રચના કરવામાં આવી છે. રિપબ્લિકન સાંસદો પીટર સેશન્સ અને એલિસ સ્ટેફનિકે યુએસ સંસદમાં આની જાહેરાત કરી હતી.
ADVERTISEMENT
આ હિંદુ કોકસનો ઉદ્દેશ્ય અમેરિકામાં હિંદુઓ સામે નફરત અને ભેદભાવને ખતમ કરવાનો પણ છે. 115મી કોંગ્રેસ દરમિયાન સ્થપાયેલ આ નવા હિંદુ કોકસે હિંદુ અમેરિકન સમુદાય અને નીતિ નિર્માતાઓ વચ્ચેના સંબંધોને ગાઢ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
પીટરે કહ્યું કે, આ નવા કોંગ્રેસનલ હિંદુ કોકસના અસ્તિત્વમાં આવવાથી હિંદુ અમેરિકન સમુદાયનો અવાજ સંસદમાં વધુ બુલંદ બન્યો છે. અમે આ સમુદાયને લગતા પ્રશ્નોને સંસદમાં મૂકવા, તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવા અને તેમના યોગદાનને મહત્વ આપવા માટે પ્રતિબદ્ધ છીએ.
કોંગ્રેસમેન પીટર અને સ્ટેફનિકની આગેવાની હેઠળ કોંગ્રેસનલ હિંદુ કોકસ, હિંદુ અમેરિકન સમુદાય માટે મહત્વના મૂલ્યોની હિમાયત કરવા માટે સમર્પિત છે.
આ કોકસની ખાસ વાત શું છે?
આ કોકસની ખાસ વાત એ છે કે તેમાં ભારત, નેપાળ, શ્રીલંકા, ઈન્ડોનેશિયા, બાંગ્લાદેશ, ભૂતાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બ્રિટન અને નેધરલેન્ડના હિન્દુઓ પણ ભાગ લેશે. ભારતીય મૂળના અન્ય ધર્મો, શીખ, જૈન અને બૌદ્ધના પ્રતિનિધિઓને પણ આ કોકસમાં સામેલ કરવામાં આવશે.
સમોસા કૉકસની રચના હિન્દુ કૉકસ પહેલાં થઈ હતી
યુએસ સંસદમાં, કોકસ એ એવા નેતાઓના જૂથો છે. જેઓ એક સામાન્ય ઉદ્દેશ્ય ધરાવે છે. આ કોકસનો વહીવટ ચેમ્બરના નિયમો અનુસાર થાય છે. અમેરિકામાં સમોસા કોકસ ભારતીય મૂળના સાંસદોનું એક જૂથ છે, જેઓ સંસદમાં ભારત સંબંધિત મુદ્દા ઉઠાવે છે.
હાલમાં સમોસા કોકસમાં એક સેનેટર અને ચાર હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ સભ્યો હોય છે. જેમાં રાજા કૃષ્ણમૂર્તિ, એમી બેરા, રો ખન્ના, પ્રમિલા જયપાલ અને કમલા હેરિસનો સમાવેશ થાય છે. હાલના ટ્રેન્ડ અને લેટેસ્ટ પોલ પ્રમાણે આ તમામ ફરી ચૂંટાઈ શકે છે.
આ સિવાય ભારતીય મૂળના કેટલાક અન્ય ઉમેદવારો પણ ચૂંટણી જીતી શકે છે, આવી સ્થિતિમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અમેરિકામાં ભારતીય મૂળના પ્રતિનિધિઓ અને સેનેટરોની સ્થિતિ મજબૂત થશે.
તમને જણાવી દઈએ કે અમેરિકામાં ભારતીય મૂળના લગભગ 40 લાખ લોકો રહે છે, જેમાંથી 15 લાખથી વધુ અમેરિકન વોટર છે. આવી સ્થિતિમાં આ સંખ્યા કોઈપણ પક્ષને ચૂંટણી જીતવા કે હારી શકે છે.
ADVERTISEMENT