Union Cabinet Reshuffle News: કેન્દ્રીય મંત્રિમંડળમાં ફેરફારની સંભાવના અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે રાજકીય હલચલ તેજ થઇ ચુકી છે. કેન્દ્રીય મંત્રીઓનું ભાજપના ટોપના નેતૃત્વને મળવાનો સિલસિલો ચાલુ છે. નિર્મલા સીતારમણ, કિરેન રિજિજુ અને અર્જુન રામ મેઘવાલે મંગળવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી છે. બીજી તરફ ભાજપે મોટા ફેરફાર કરતા કેન્દ્રીય મંત્રી જી.કિશન રેડ્ડીને તેલંગાણાની જવાબદારી સોંપી છે.
ADVERTISEMENT
પીએમ મોદીની અધ્યક્ષતામાં ગત્ત દિવસે એટલે કે સોમવારે દિલ્હીના પ્રગતિ મેદાનમાં કેન્દ્રીય મંત્રિપરિષદની બેઠક થઇ હતી. આ બેઠક બાદ પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, મંત્રિપરિષદ સાથે એક સાર્થક બેઠક, જ્યાં અમે અલગ અલગ નીતિગત્ત મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું. સુત્રો અનુસાર આ બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી માટે પાર્ટીની રણનીતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ભાજપમાં ચાલી રહ્યો છે બેઠકોનો દોર
લોકસભા ચૂંટણી અને તેની પહેલા અનેક રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીની તૈયારી કરી રહેલ ભાજપનું ટોપના નેતૃત્વએ મંત્રીપરિષદની મીટિંગ પહેલા અનેક દોરની મીટિંગનું આયોજન કર્યું હતું. આ બેઠક બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને ભાજપના સંગઠન મંત્રી મહામંત્રી બી.એલ સંતોષે ગત્ત 28 જુને વડાપ્રધાન મોદી સાથે પણ મુલાકાત કરી હતી. આ બેઠકો તથા મુલાકાતો બાદ કેબિનેટમાં ફેરફારની અટકળો વધી ગઇ છે.
ચાર રાજ્યોમાં પ્રદેશ અધ્યક્ષ બદલાયા
ભાજપે મંગળવારે પંજાબ, તેલંગાણા, ઝારખંડ અને આંધ્રપ્રદેશના પ્રદેશ પ્રમુખો બદલી નાખ્યા છે. પંજાબમાં સુનીલ જાખડ, તેલંગાણામાં જી.કિશન રેડ્ડી, આંધ્રપ્રદેશમાં ડી.પુરંદેશ્વરી અને ઝારખંડમાં બાબુલાલ મરાંડીને કમાન સોંપવામાં આવી છે.
હવે આ રાજ્યોમાં ફેરફાર કરવામાં આવી શકે છે
આ ઉપરાંત ચર્ચા છે કે, પાર્ટી હવે 6 રાજ્યોમાં નવા અધ્યક્ષોની જાહેરાત કરી શકે છે. તેમાં કેરળ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, કર્ણાટક, ગુજરાત અને મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ વર્ષ 2021 ના અંતમાં પોતાની મંત્રીપરિષદમાં ફેરફાર અને વિસ્તાર કર્યું હતું. ત્યારે તેમણે કેટલાક મંત્રીઓના વિભાગમાં ફેરફાર કર્યા હતા.
ADVERTISEMENT